________________
ध्यानविचार-सविवेचन
[ ૨૭ મેળવણ નાખેલા દૂધને વારંવાર હલાવવાથી તેનું દહીંમાં રૂપાંતર થવામાં મોટો અંતરાય પડે છે, તેમ સ્વીકારેલા આસને શરીરને ગોઠવ્યા પછી તેને વારંવાર હલાવવાથી ધ્યાનની ધારા ભાગ્યે જ બંધાય છે.
- આસનની અનિયતતાનું કારણ કોઈ ચોક્કસ દેશ-કાળ અને ચેકસ આસનને આગ્રહ ન રાખવા પાછળ મુખ્ય કારણ એ છે કે કોઈ પણ પ્રકારની સાધનાની સિદ્ધિ અમુક જ દેશમાં, કાળમાં કે કિસ કઈ આસને જ થાય એવે, કંઈ પણ ધ્યાન–પરંપરામાં “એકાન્ત” નિયમ નથી.
ભૂતકાળમાં થઈ ગયેલા અનેક મહાત્માઓ જુદા-જુદા દેશ (સ્થળ), કાળ અને આસને સ્થિત થઈને ધ્યાનના બળે સર્વ પાપકર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા છે અને તે સિવાય અનેકાનેક મુનિવરેએ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પણ પ્રાપ્ત કર્યું છે.
આ કારણે જિનાગમમાં કઈ ચોક્કસ દેશ (સ્થળ), કાળ અને આસન વિશેષ એકાન્ત” આગ્રહ નિરૂપાય નથી; પણ મનવચન-કાયાની સ્વસ્થતા ટકી શકે, વૃદ્ધિ પામતી જાય-એવા દેશ, કાળ અને આસનાદિ વડે ધ્યાનાદિને પ્રયત્ન કરવાનું સૂચવ્યું છે.
ધ્યાન કરવાના સમયે બંને હોઠ બંધ રાખવા, દષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર અથવા જે આલંબન નિશ્ચિત કર્યું હોય તેના ઉપર સ્થિર કરવી, મુખ-મુદ્રા પ્રસન્ન રાખવી, પૂર્વ યા ઉત્તર દિશા સન્મુખ બેસવું, કમર સીધી રાખવી : દયાનાભ્યાસ માટેના આ સામાન્ય નિયમ છે.
ધર્મધ્યાનનાં ચાર આલંબનો આપમેળે નીચેથી ઉપર જવું કપરું છે, માટે સાધકને પુષ્ટ આલંબનની આવશ્યકતા રહે છે.
આગમ-ગ્રન્થમાં ધર્મધ્યાનના શિખરે પહોંચવા માટે વાચના વગેરે જે દઢ આલંબને બતાવ્યાં છે તે આલંબને નીચે પ્રમાણે છે :
(૧) વાચના :- કેવળ કર્મ–નિર્જરાના હેતુથી પોતાના શિષ્ય વગેરેને તેમજ ધર્મરસિક અન્ય સાધકે વગેરેને સૂત્ર અને તેના અર્થનું વાત્સલ્યપૂર્વક દાન કરવું તેમજ બહુમાનપૂર્વક સદગુરુ પાસેથી ગ્રહણ કરવું તે “વાચના” કહેવાય છે. આ વાચનાના આલંબનથી મન પુષ્ટ તેમજ શુદ્ધ બનીને ધ્યાનારૂઢ બની શકે છે.
(૨) પૃછના - સૂત્ર-અર્થના વિષયમાં કઈપણ પ્રકારની શંકા થતાં યા પૂવપર સંબંધ યથાર્થ પણે ન સમજાતાં વિનયપૂર્વક ગુરુને તત્સંબંધી પૃચ્છા કરવી તે “પૃચ્છના” કહેવાય છે. તેનાથી મનને આધ્યાત્મિક-વ્યાયામ મળે છે, જે તેને ધર્મધ્યાનમગ્ન બનાવે છે.
(૩) પરાવર્તના - જિનકત જે સૂત્રો પોતે ગુરુગમથી વિધિપૂર્વક ગ્રહણ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org