________________
૨૨ ]
ध्यानविचार-सविवेचन આ રીતે માત્ર પોતાના જ સુખ-દુઃખની સતતપણે ચિંતા કર્યા કરવી અથવા તે વિષય સુખને ગાઢ રાગ અને દુઃખને તીવ્ર દ્વેષ કરે એ આર્તધ્યાન છે.
જેનાથી આત્મરતિ ઘટે અને પદ્દગલિક આસક્તિ વધે તેવાં કારણે અને તજજન્ય કાર્યોમાં ગળાબૂડ રહેવું તે આર્તધ્યાન છે એમ ટૂંકમાં કહી શકાય.
આ આર્તધ્યાનમાં કૃષ્ણ, નીલ અને કાપિત લેક્ષા હોય છે અને તે છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવોને હોઈ શકે છે.
રૌદ્રધ્યાન રૌદ્રધ્યાન એટલે ભયંકર ધ્યાન. જેમાં હિંસા આદિ કરવાને અતિ ક્રૂર અથવસાય છે. આ ધ્યાનને ઊકળતા સીસાના રસની ઉપમા આપી છે.
આ રૌદ્રધ્યાનના ચાર પ્રકાર છે -(૧) હિંસાનુબંધી, (૨) મૃપાનુબંધી, (૩) ચીનબંધી, (૪) સંરક્ષણાનુબંધી.
(૧) હિંસાનુબંધી રોદ્રધ્યાન-હિંસાનુબંધી રૌદ્રધ્યાન એટલે હિંસાના અનુબંધવાળું અતિ ભયાનક ધ્યાન-જેમાં નિર્દય રીતે જીવને ભયાનક ત્રાસ પહોંચાડીને મારી નાખવાને અતિ ભયંકર વિચાર મન ઉપર સ્વામિત્વ ધરાવે છે.
હિંસા કેવી રીતે કરવી, કયારે કરવી, તેનાં સાધન કયાં કયાં છે, તે સાધનોને ઉપયોગ કેમ કરે ઇત્યાદિ હિંસા સંબંધી એકાગ્રચિત્તે થતા વિચારો એ હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. જીવ એક એવું મહિમાશાળી અને અચિંત્ય શક્તિસંપન્ન દ્રવ્ય છે કે તેને સહેજ અશાતા પહોંચાડવી તે પણ હિંસા કહેવાય છે, તે તેના પ્રાણું લેવાના વિચારમાં રાચવું તેમ જ તદનુરૂપ ક્રૂર અને હિંસક વર્તન કરવું તે મહા–હિંસા--સ્વરૂપ રૌદ્રધ્યાનપિષક વિચાર-વર્તન ગણાય તે નિઃશંક છે.
(૨) મૃષાનુબંધી રૌદ્રધ્યાન-અસત્ય કેવી રીતે બોલાય, કેવી રીતે અસત્ય બોલીને બીજાને છેતરી શકાય, કેવી રીતે અસત્ય બોલીને છૂટી જવાય ઈત્યાદિ સંક૯૫પૂર્વક માયા-કપટ કરીને, પરને દુઃખ પહોંચાડનારા અસત્યનું એકાગ્રચિત્તે ચિંતન કરવું તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે.
(૩) ચૌર્યાનુબંધી રૌદ્રધ્યાન-ઉત્કટ લોભને વશ થઈ, પારકી વસ્તુ ચોરી લેવા માટે, ચેરી કેવી રીતે કરવી, ચોરી કરવા છતાં કેવી રીતે પકડાઈ ન જવાય, ચોરીનાં સાધન કયાં કયાં છે, કેવી રીતે મળે છે ઈત્યાદિ ચોરી અંગે થતું એકાગ્રચિત્તે ચિંતન એ ચૌર્યાનુબંધી રૌદ્રધ્યાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org