________________
અને વિશિષ્ટ અધિકારી આ. શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજના હાથે આ વિવેચન તૈયાર થયું છે અને તે આજે સ્વ. શેઠ અમૃતલાલ કાળીદાસની સંસ્થા તરફથી જ પ્રકાશિત થઈ રહ્યું છે, તે ઘણું ઘણા આનંદને વિષય છે.
વિવેચકે ઘણું ઘણા ગ્રંથોના વાંચન તથા મનનને આધારે ઘણાં ઘણાં વર્ષો સુધી શ્રમ લઈને આ વિવેચન તૈયાર કર્યું તે માટે તેઓ ધ્યાન સાહિત્યના રસિક વર્ગના અનેક અનેક અભિનંદનના અધિકારી છે.
આ ગ્રંથના વાંચન-મનનથી કે સારી રીતે સમજી શકશે કે જૈન શાસનમાં ધ્યાનની અનેક અનેક પ્રણાલિકાએ હતી કે જે કેટલીક આજે પણ યથાયોગ્ય, યથાશકય અમલમાં મૂકી શકાય તેમ છે.
વાચકે આનો વાંચન-મનન-નિદિધ્યાસન દ્વારા લાભ ઉઠાવે તથા જૈન સંઘમાં ધ્યાનની પરંપરા ગ્ય રૂપે સારી રીતે પુનઃજીવિત થાય અને એ દ્વારા આત્મકલ્યાણ સાધે એજ શુભેચ્છા.
વિક્રમ સંવત ૨૦૪પ શ્રાવણ સુદિ ૮ ચારૂપતીર્થ (જિલ્લો-મહેસાણા) ઉત્તર ગુજરાત Pip. 384285
પૂજયપાદઆચાર્ય મહારાજશ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકારપૂજ્યપાદઆચાર્ય મહારાજશ્રીમદ્વિજય મેઘસૂરીશ્વરશિષ્યપૂજ્યપાદગુરુદેવમુનિરાજશ્રી ભુવનવિજયાન્તવાસી
મુનિ જ બૂવિજય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org