SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धाचलमण्डनश्रीऋषभदेवस्वामिने नमः । - શ્રી શ્યાવાશ્ચનાથાય નમઃ णमोऽत्थु णं समणस्स भगवओ महइमहावीरवद्धमाणसामिस्स । અનન્નધિનિધાના શ્રીગૌતમસ્થાને નમ: पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादप म्यो नमः । पूज्यापादाचार्यमहाराजश्रीमद्विजयमेघसूरीश्वरजीपादप म्यो नमः । पूज्यपादसद्गुरूदेवमुनिराजश्रीभुवनविजयजीपादपोम्योः नमः । કિંચિત્ વકતવ્ય જિનેશ્વર ભગવાનના શાસનમાં ધ્યાનનું અત્યંત મહત્તવ છે. ૧૨ પ્રકારના તપમાં ધ્યાનને ઉત્કૃષ્ટ તપ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. ગાઢ કર્મોના ક્ષયમાં, આત્મશુદ્ધિમાં અને વિવિધ લબ્ધિઓ તથા સિદ્ધિઓની પ્રાપ્તિમાં ધ્યાન મહત્વના અંગ રૂપે જેન દર્શનમાં–જન શાસનમાં સ્વીકારેલું જ છે. ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ યોગશાસ્ત્રના ચેથા પ્રકાશમાં જણાવે છે કે मोक्षः कर्मक्षयादेव स चात्मज्ञानतो मतः । ध्यानसाध्यं मतं तच्च तदू ध्यानं हितमात्मनः॥११३॥ મોક્ષ કર્મના ક્ષયથી જ થાય છે, કર્મને ક્ષય આત્મ જ્ઞાનથી થાય છે, આત્મજ્ઞાન ધ્યાનથી થાય છે, માટે ધ્યાન આત્માનું હિત કરનાર છે. આ સ્થિતિ ખરેખર હોવા છતાં પણ, જૈન સંઘમાં ધ્યાનનો પ્રચાર ઘણા સમયથી લગભગ નહિવત્ થઈ ગયો છે. એટલે સામાન્ય રીતે વિચાર કરનાર જૈન-જૈનેતર માણસોને એમ જ લાગે છે કે જૈન ધર્મમાં ક્રિયાકાંડ અને ઉત્સવો જ ભરેલા છે. ધ્યાન જેવી સાધનાઓ છે જ નહિ. આ વાત ઘણુ ઘણા ચિંતક વિચારક માણસેને ખટકતી રહી છે. ચોગમાં તથા ધ્યાનમાં અત્યંત રસ ધરાવતા, ઉદ્યોગપતિ હોવા છતાં અભ્યાસી અને વિદ્વાન સ્વ. શેઠ અમૃતલાલ કાળીદાસ દોશીના મનમાં પણ આ વાત ઘણી ખટકતી હતી. તેથી આ વિષયના પ્રાચીન–અર્વાચીન ગ્રંથની જૈન ગ્રંથ ભંડારોમાં–જૈન ગ્રંથ સંગ્રહમાં તપાસ કરતાં તેમને થાનવિવાર નામને નાનકડે પણ મહાન આકર જે ગ્રંથ મળી આવ્યો. તત્કાળ તેમણે તેનો અનુવાદ કરાવી છપાવી દીધું. મેં તે સમયે મારી પ્રાથમિક મતિ પ્રમાણે તે અનુવાદમાં સાગ પણ આપ્યો હતો. છતાં, તેના વિશિષ્ટ વિવેચનની ખાસ જરૂર હતી જ. અને તે પણ વિશિષ્ટ અભ્યાસીના વિશિષ્ટ અધિકારીના હાથે લખાય તો જ સાર્થક થાય. ખરેખર તેના વિશિષ્ટ અભ્યાસી Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy