________________
પરમમાત્રા દયાન -શુભાક્ષર વલય આદિ ૨૪ વલયોથી ચારે બાજુથી વેણિતવિંટાયેલા પિતાના આત્માનું ધ્યાન કરવું તે “પરમમાત્રા” ધ્યાન કહેવાય છે.
આ ધ્યાનમાં બાર પર્ષદા, શ્રી ગણધર ભગવંત અને ચતુર્વિધ સંઘરૂપ તીર્થ, અને દ્વાદશાંગી રૂપ તીર્થનું સ્વરૂપ ચિંતન કરતા એવા સ્વ આત્માનું ધ્યાન કરવાનું વિધાન છે. તે અત્યંત ગૂઢ રહસ્યથી પૂર્ણ છે, તે પરમ ગીતાર્થ ગમ્ય છે.
આ બને ધ્યાને દ્વારા સાધક શ્રી તીર્થંકર પરમાત્મા તથા તેમના પરિવાર ભૂત ગણધર અને ચતુર્વિધ સંઘ આદિ સાથે એકતાનો અનુભવ કરે છે અને તેના પ્રભાવે તીર્થકર નામ કર્મ બાંધવાની યોગ્યતા પ્રગટ થાય છે અને અનુક્રમે તીર્થંકર પદ અને સિદ્ધ પદ પણ પ્રાપ્ત થાય છે. આ ગૂઢ રહસ્ય આગળના “પર” ધ્યાનથી પગ સૂચિત થાય છે,
પદયાનમાં પાંચ પરમેષ્ઠિ ભગવંતના પદેનું ધ્યાન કરવાનું સૂચન છે.
તેમાંથી અરિહંતપદના ધ્યાનની કળા માત્રા અને પરમમાત્રા ધ્યાન દ્વારા સ્પષ્ટ રીતે બતાવવામાં આવી છે. સિદ્ધ પદનાં ધ્યાન માટે “સિદ્ધિ અને પરમસિદ્ધિઓ ધ્યાન કરવાનું વિધાન કર્યું છે.
આ બન્ને સિદ્ધિ અને પરમસિદ્ધિ ધ્યાનો અત્યંત સૂક્ષમ છે. ધ્યાનને સૂફમ બનાવવા માટે તેને અત્યંત વિશાલ-ત્રિભુવન વિષય વ્યાપી બનાવવું પડે છે. પરમમાત્રા ધ્યાનમાં ત્રિભુવન વ્યાપી વિષયોના ચિંતન માટે ચોવીશ વલયાથી વિટાયેલા આત્માનું ધ્યાન કરવાનું હોય છે. તે પછી ધ્યાનને સૂક્ષ્મ અને અતિસૂમ બનાવવા માટે પાંચ પરમેષ્ઠિ પદેનું ધ્યાન અને સિદ્ધોનું ધ્યાન કરી પિતાના આત્માનું અરિહંતાદિ રૂપે અને સાક્ષાત્ સિદ્ધ સ્વરૂપને પામ્યા હોય તેવા સ્વરૂપે ધ્યાન કરવું જોઈએ. જેથી ઘાતી અને અઘાતી કર્મોને અનુક્રમે ક્ષય થવાથી અરિહંતપદ અને સિદ્ધ પદ અવશ્ય પ્રાપ્ત થશે. - આ રીતે “ધ્યાન વિચારમાં” છસ્થ અવસ્થામાં સંભવતા સર્વ ધ્યાન ભેદોને સંગ્રહ થયેલ છે. શ્રી તીર્થકર ભગવંતે આદિ સર્વ ઉત્તમ પુરુષોએ આ દયાનોને સ્વયં સિદ્ધ કર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org