________________
પંચ પરમેષ્ઠિ ભગવંતના ધ્યાનરૂપ પદસ્થ થાન અને મુક્તિ પદને પામેલા સિદ્ધાત્માના ગુણચિંતન રૂ૫ સિદ્ધિ દંચાન-આ બંને ધ્યાન પણ સવ આગમ ગ્રન્થોમાં અને સર્વ આવશયક–ક્રિયાઓમાં વ્યાપક શ્રી નમસ્કાર મહામંત્રની શુદ્ધ અને સ્થિર ચિત્તે થત આરાધનામાં સમાવિષ્ટ છે.
ચિત્યવંદન કરતી વખતે અવસ્થાત્રિક, વર્ણ ત્રિક, ત્રિદિશિ વર્જનત્રિક અને પ્રણિધાનધિક આદિ ૧૦ ત્રિકેનું પાલન કરવાનું વિધાન એ હકીકતમાં ધ્યાન યોગને જ સૂચિત કરે છે, અર્થાત્ ધ્યાનયોગનો પૂર્વાભાસ છે. - એ જ રીતે ચૈત્યવંદનાદિ ક્રિયાઓમાં બેલાતાં સૂત્રો શકસ્તવ, ચૈત્યસ્તવ, નામસ્તવ, શ્રુતસ્તવ, અને સિદ્ધસ્તવમાં જે બાર અધિકાર દર્શાવવામાં આવ્યા છે. તેમાં પહેલા અધિકારમાં ભાવ જિનેશ્વરોનું, બીજામાં દ્રવ્ય જિનેશ્વરોનું, ત્રીજામાં સ્થાપના જિનેશ્વરનું, ચોથામાં નામ જિનેશ્વરનું, પાંચમા અધિકારમાં ત્રણે ભુવનના ચિત્યોમાં રહેલા સર્વ સ્થાપના જિનેશ્વરેનું છઠ્ઠામાં શ્રી સીમંધર સ્વામી આદિ ૨૦ વિહરમાન જિનેશ્વરનું, સાતેમામાં શ્રુતજ્ઞાનનું આઠમામાં સર્વ સિદ્ધાત્માઓનું, નવમા અધિકારમાં ચરમતીર્થ. પર્તિ શ્રી મહાવીર પરમાત્માનું, દસમામાં ઉજજયંત-શ્રીગિરનાર તીર્થનું, અગિયારમા અધિકારમાં અને બારમા અધિકારમાં સમ્યગૂ દષ્ટિ દેવ વગેરેનું કીર્તન, સ્મરણ અને ધ્યાન કરવાનું હોય છે.
આ બાર અધિકારો અને “જગ ચિંતામણિ, “જાવંતિ ચેઈયાઈ”, “જાવંત કેવિ સાહુ આર્દિ સૂત્રો દ્વારા સમસ્ત દ્રવ્ય અને ભાવજિનેશ્વરોને તથા ત્રણે ક્ષેત્ર અને ત્રણે કાળના સર્વ સાધુ-સાધ્વીજી ભગવં તેને જે વંદન થાય છે, તેમનું પવિત્ર સ્મરણ અને ચિંતન થાય છે, તે હકીકતમાં “પરમમાત્રાધ્યાનના ૨૪ વલયોમાં નિરૂપાયેલા વિશિષ્ટ ધ્યાનસામગ્રી રૂપ હોવાથી પરમમાત્રા ધ્યાનના પૂર્વાભ્યાસ રૂપ છે. અને શેષ શૂન્ય, કલા,
જ્યોતિ, બિન્દુ અને લવ આદિ ધ્યાન ભેદ પણ પૂર્વોક્ત ધ્યાનેના અભ્યાસી સાધકને ક્રમશઃ અનુભૂતિના વિષય બને છે. તે હકીકતનું સમર્થન-“અરજદાળ ઘુત્ત” નામના સ્તોત્ર દ્વારા પણ થયેલું છે. અને તેનું નિરૂપણ આ ગ્રન્થના વિવેચનમાં કરેલું છે.
આવશ્યકદિ ક્રિયાઓમાં પ્રણિધાનાદિ રોગો અને ઉન્મનીકરણ આદિ [, ૫ અશુભ અર્થાત્ સાવદ્ય વ્યાપારના નિવનરૂપ પ્રણિધાન–યોગ, અર્થાત્ નિરવદ્ય પ્રવૃત્તિ રૂમ સમાધાન થેગ, રાગ-દ્વેષના પ્રસંગોમાં માધ્યશ્ય રૂ૫ સમાધિ યોગ અને ધ્યાન જન્ય એકાગ્રતાથી થતાં ઉચ્છવાસાદિના નિરોધરૂપ કાષ્ઠાયોગ-તે સામાયિક, પ્રતિ ક્રમણ, ચત્યવંદન, ગુરુવંદન, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન રૂ૫ છ એ આવશ્યકોમાં સમાયેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org