________________
૪૧ આદિ આવશ્યક-ધમ ક્રિયાઓ, અને તેના સૂત્રોમાં કઈ રીતે સંકળાયેલા છે, તેને સંક્ષેપમાં વિચાર કરીએ જેથી જિનદર્શનની આ આવશ્યક ક્રિયાઓમાં ધ્યાન યોગ કેટલે વ્યાપક છે, તેને આ ખ્યાલ વાચકને આવે અને જૈનદર્શન અને તેના ધર્માનુષ્ઠાને માં ધ્યાન યોગ નથી એ ભ્રમણાનું નિવારણ થઈ જાય છે.
(૧) “ચિંતા અને ભાવના પૂર્વકનો સ્થિર અયવસાય એ ધ્યાન”. ધ્યાનના આ લક્ષણમાં ધ્યાનના પૂર્વાભ્યાસ રૂપે બતાવેલી ચિંતા અને ભાવના એ આવશ્યક ક્રિયાઓમાં અને તેનાં સૂત્રોમાં કઈ રીતે વણાયેલી છે તે વિચારીએ--
યોગદષ્ટા સૂરિપુરંદર પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે પોતાના “ગવિંશિકા ગ્રન્થમાં બતાવેલા (૧) સ્થાન (૨) વર્ણ (૩) અર્થ (૪) આલંબન અને (૫) અનાલંબન આ પાંચ યોગને પ્રયોગ ચૈત્યવંદન અને પ્રતિક્રમણ આદિ પ્રત્યેક ધર્મ ક્રિયાઓમાં કરવાનું ખાસ વિધાન કરેલું છે.
આ પાંચ યાગમાં અર્થ–ગ અને આલંબન–યોગ એ ચિંતનાત્મક હેવાથી ચિંતારૂપ છે. અને સ્થાનાગ તથા વર્ણવેગ એ ક્રિયાત્મક હેવાથી ભાવનારૂપ છે. આ ચારે યોગોને તેના લક્ષ્ય અને વિધિપૂર્વક ચૈત્યવંદનાદિ ક્રિયાઓમાં સતત પ્રયાસ કરતા રહેવાથી “સ્થિર–અધ્યવસાય રૂપ ધ્યાન અને તેને ફળરૂપે ક્રમશઃ અનાલંબન યોગની ભૂમિકા સુધી પહોંચી શકાય છે.
તત્ત્વ-ચિંતા આદિ સાત પ્રકારની ચિંતાઓએ દ્વાદશાંગી અર્થાત્ શ્રુતજ્ઞાનના અધ્યયનચિંતનરૂપ હેવાથી અને જ્ઞાનાદિ ચાર ભાવનાઓ પંચાચારના અભ્યાસ–પાલનરૂપ હોવાથી મુનિ જીવન અને શ્રાવક જીવનને ચગ્ય સર્વ ધર્મ કિયાઓ અને તપસંયમાદિ અનુષ્ઠાને એ શ્રુતજ્ઞાન અને પંચાચાર રૂપ હોવાથી ધ્યાન યોગને ઉત્પન્ન કરનાર તથા પુષ્ટ બનાવનાર છે. એમ સ્પષ્ટ રીતે સમજી શકાય છે.
આ ગ્રન્થમાં દર્શાવેલ ૨૪ ધ્યાનભેદમાંથી કયાં કયાં ધ્યાનની સાધના અને તેની સામગ્રી આવશ્યક–ક્રિયાઓમાં ગૂંથાયેલી છે, તે વિચારીએ.
ધાનને પ્રથમ ભેદ આજ્ઞા–વિચયાદિ રૂપ ધર્મધ્યાન એ ઉપયોગ પૂર્વક અર્થાત્ શાન્ત અને થિરચિત્ત પૂર્વક થતી પ્રત્યેક આવશ્યક–કિયાઓમાં અનુસૂત હોય છે.
કાયોત્સર્ગ–સ્થિત સાધકની નિશ્ચલ દષ્ટિરૂપ “તારા ધ્યાન” એ અત્યવંદન પ્રતિક્રમણ આદિ આવશ્યક–ક્રિયાઓમાં તથા વિશસ્થાનક, નવપદ આદિ તપ-અનુષ્ઠાને માં કર્મક્ષય વગેરેના ઉદાત્ત હેતુથી કરવામાં આવતાં કાયોત્સર્ગ–આવશ્યકમાં અનુસ્મૃત છે.
- શ્રી અરિહંતાદિ ચારની શરણાગતિમાં ચિત્તની લીનતારૂપ લય–ધ્યાન એ ચત્યવંદન, પ્રતિકમણાદિ આવશ્યકોમાં વ્યાપક ચતુ–શરણ ગમનાદિ આરાધના સ્વરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org