SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે આ ગ્રન્થમાં પ્રણિધાનાદિ ૯૬ ચેડગો દ્વારા ઉત્તરોત્તર વધતી યોગશક્તિની પ્રબળતા બતાવવામાં આવી છે. ત્યાર પછી બાર પ્રકારના કરણ દ્વારા ધ્યાતાને પ્રાપ્ત થતી ઉપગની સૂક્ષમતા દર્શાવી છે. કરણના મુખ્ય બાર પ્રકાર અહી કરીને તાત્પર્યાર્થ છે નિર્વિકલ્પ ઉપગ અથવા ચિત્માત્ર સમાધિ. ઉન્મનીકરણ આદિ ૧૨ કરણમાં ક્રમશઃ મન, ચિત્ત આદિ આલંબનને અભાવ થવાથી નિકિ૯૫-નિરાલંબન ધ્યાનરૂપ ચિત્માત્ર સમાધિ પ્રગટ થાય છે. જેમાં ચિત્તની પ્રશાન્તવાહિતાને ધારાબદ્ધ પ્રવાહ અનુભવાય છે. - પૂર્વના ધ્યાન ભેદમાં, ધ્યાતા અને બેયની ભિન્નતા ભાસતી હોય છે જ્યારે આ કરણોની અવસ્થામાં ધ્યાતા, ધ્યાન અને દયેય ત્રણેની એકતાને અનુભવ થાય છે. પૂર્વના ધ્યાનમાં મન, ચિત્ત વગેરેની પ્રવૃત્તિ હોય છે–જ્યારે આ કરણની અવસ્થામાં ક્રમશઃ તેને નિરોધ થાય છે. તેથી આત્માના શુદ્ધ ચિતન્ય સ્વરૂપનું ધ્યાન થાય છે. ઉન્મનીકરણ આદિ બાર કારણોમાં મન, ચિત્ત આદિનો અભાવ થવાથી આત્મા, આત્મા વડે આત્મામાં લીન બને છે. આ કારણેની અવસ્થામાં જેમ જેમ આલંબને અને સાધનો છૂટતાં જાય છે, તેમ તેમ આત્મા, પરિણતિથી–પરભાવથી મુક્ત બનતે અનુક્રમે અકલંક, અરૂપી આત્માનું પ્રત્યક્ષ દર્શન પામી આનંદઘનમય બની જાય છે.' આત્મદર્શન થવાથી હૃદયગ્રન્થિ ભેદાય છે, સર્વ પ્રકારના સંશો છેદાય છે અને સર્વ કર્મોનો નાશ થાય છે. આત્મ-સ્વરૂપના અનુભવથી સ્વપરને વિવેક પ્રગટે છે, તેથી આત્મા જ પરમતત્વ છે, પરમ રહસ્યભૂત છે, એ સત્ય અનુભૂત બને છે. પચહ્ય ચં નથિ’ અપદરૂપ આત્માનું કેઈ પદ નથી, અર્થાત્ શબદથી આત્મા ગમ્ય નથી, પણ અનુભવથી એ ખરેખર જાણી શકાય છે. સમસ્ત વિકલ્પોથી સર્વથા પર આત્મ સ્વરૂપને અનુભવવાને શ્રેષ્ઠ ઉપાય નિર્વિકલ્પ ધ્યાન જ છે. શૂન્ય ધ્યાન, લય ધ્યાન આદિ ધ્યાનભૂમિકાઓના અવિરત અભ્યાસના ફળરૂપે જ્યારે મન સર્વથા વિક૯૫ રહિત બને છે, ત્યારે આ મિનીકરણ આદિ કરણની ભૂમિકા પ્રાપ્ત થાય છે. ૧૧ આલંબન સાધન જે ત્યાગે, પર પરિહાનિને ભાંગે રે, અક્ષય-દર્શન જ્ઞાન-વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે. -શ્રીવીરજિનસ્તવન પૂ. શ્રી આનંદધનજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy