________________
૨૮૮ ]
ध्यानविचार-सविवेचन નથી તેમાં ગુરુ તરીકેની બુદ્ધિ કરે છે; જે ઘર્મનાં લક્ષણોથી રહિત છે તેને ધર્મ સમજે છે; અને જેમાં આત્માનું લક્ષણ નથી તે જડ–શરીરમાં આત્મબુદ્ધિ કરે છે.
મિથ્યાષ્ટિ જવની આ અવસ્થાવિશેષ જ મિદષ્ટિ ગુણસ્થાન કહેવાય છે.
મેહરૂપ અવ્યક્ત મિથ્યાત્વ તે જીવમાં અનાદિથી રહેલું છે પણ તે ગુણસ્થાન સ્વરૂપ નથી. જીવને વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિ પ્રગટે છે ત્યારે તેને પ્રથમ ગુણસ્થાનક કહેવાય છે. કારણ કે મિથ્યાત્વને પ્રબલ ઉદય હોવા છતાં તેની દૃષ્ટિ કેઈક અંશમાં યથાર્થ પણ હોય છે અર્થાત્ મિથ્યાત્વી પણ મનુષ્ય, પશુ, પક્ષી આદિને મનુષ્ય, પશુ, પક્ષી આદિ રૂપે જાણે અને માને છે. આ અપેક્ષાએ અથવા જે જીવેમાં મિથ્યાત્વની અ૯પતા થવાથી દયા, દાન, પરોપકાર, વૈરાગ્ય આદિ પ્રાથમિક કોટિના ગુણે છે, તેવા જીની અપેક્ષાએ મિથ્યાષ્ટિને ગુણસ્થાન કહેવામાં આવે છે. -
મદિરાના નશામાં બેભાન બનેલા મનુષ્યને જેમ હિત-અહિતનું જ્ઞાન થતું નથી તેમ મિથ્યાત્વથી માહિત જીવ આત્મહિતકર માર્ગમાં સાચા-ખોટાનો, હિત-અહિતનો, જડ– ચેતનને, ધર્મ-અધર્મનો વિવેક (પૃથક્કરણ) કરી શકતો નથી.
(૨) સાસ્વાદન સમ્યગ્ર દૃષ્ટિ ગુણસ્થાન :
જે જીવ પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી અનંતાનુબંધી કષાયનો ઉદય થતાં સમ્યક્ત્વથી ચલિત થઈ મિથ્યાવને અભિમુખ થાય છે ત્યારે તે જીવને આ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. તેને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કટથી છ આવલિકાને છે તે જીવન સ્વરૂપ (અવસ્થા) વિશેષને “સાસ્વાદન સમ્યગૃષ્ટિ ગુણસ્થાન” કહેવાય છે.
આ ગુણસ્થાન સમયે જે કે જીવન ઝુકાવ મિથ્યાત્વની તરફ હોય છે, તે પણ ખીર ખાધા પછી ઊલટી કરનાર મનુષ્યને ખીરને વિચિત્ર સ્વાદ અનુભવાય છે તેમ સમ્યફવથી પડી મિથ્યાત્વને અભિમુખ થયેલા તે જીવને પણ અમુક સમય સુધી સમ્યક્ત્વના ગુણને કંઈક સ્વાદ અનુભવમાં આવે છે માટે તે ગુણસ્થાનને “સાસ્વાદન સમ્યગૃષ્ટિ ગુણસ્થાન” કહે છે.
જીવ જ્યારે સર્વ પ્રથમ પહેલા ગુણસ્થાનથી આગળ વધે છે ત્યારે સીધો ચોથા ગુણસ્થાને આવે છે અને ચોથા ગુરુસ્થાનથી પડે ત્યારે જ તે બીજા ગુણસ્થાને આવે છે, બીજુ ગુણસ્થાન પતન પામનારને જ હોય છે, ચઢતાં જીવને બીજું ગુણસ્થાન હોતું નથી.
(૩) સમ્યગૂ-મિથ્યાટિ (મિશ્ર) ગુણસ્થાન- મિથ્યાત્વ મોહનીયતા શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ: આ ત્રણ પુંજોમાંથી જ્યારે અશુદ્ધ પુંજને ઉદય થાય છે ત્યારે જીવની દૃષ્ટિ પણ કંઈક સમ્યફ (શુદ્ધ) અને કંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org