________________
૨૪]
જનવિવા-વિવર ત્યારે તેના આલંબને સ્થાયોગરૂપ એક વિશિષ્ટ પ્રકારના આત્મિક સામને પ્રાદુર્ભાવ થાય છે અને તેના દ્વારા પ્રણિધાન, સમાધાન, સમાધિ, અને કાષ્ઠા રૂપ મેગે [ ધ્યાને] વધુ પ્રબળ અને વિશુદ્ધ કેટિનાં બને છે.
આઠ કરણનું સ્વરૂપ બંધન આદિ કરણેનું વિસ્તૃતસ્વરૂપ કર્મ પ્રકૃતિ', “પંચસંગ્રહ આદિ ગ્રંથમાં વર્ણવેલું છે. જિજ્ઞાસુઓએ ગુરુગમ દ્વારા ત્યાંથી જાણી લેવું. અહીં તે આઠ કરને સંક્ષેપથી વિચાર કરીશું. તે આ પ્રમાણે છે :
(૧) બંધનકરણ – જીવ મિથ્યાત્વ, અવિરતિ આદિ હેતુઓ વડે કર્મ યોગ્ય પુગલોને આત્મ-પ્રદેશે સાથે જે વીર્યપ્રયત્નવિશેષ વડે બાંધે છે, તેને બંધનકરણ” કહે છે.
સંક્રમણુકરણ – એક કર્મ સ્વરૂપે રહેલાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના અન્ય સાતીય કર્મરૂપે ફેરફાર–રૂપાન્તર જે પરિણતિ કે પ્રયત્ન-વિશેષથી થાય છે, તેને સંક્રમણુકરણ કહે છે. જેમ અશાતા વેદનીય-કર્મના પરમાણુઓનું શાતા વેદનીય-કર્મરૂપે પરિણમન થવું.
ઉદૃવતનાકરણ - જે પરિણતિ કે પ્રયત્ન-વિશેષથી કર્મની સ્થિતિ અથવા તેના રસમાં અભિવૃદ્ધિ થાય છે, તેને ઉદ્દવર્તનાકરણ કહે છે.
(૪) અપવતનાકરણ – જે પરિણામ કે પ્રયત્ન-વિશેષથી કમની સ્થિતિ અથવા તેના રસમાં હાનિ થાય છે, તેને અપવર્તનાકરણ કહે છે.
(૫) ઉદીરણુકરણું – ઉદય અપ્રાપ્ત કર્મ-દલિકને જે પરિણામ કે પ્રયન વિશેષથી ઉદયાવલિકામાં લાવી ઉદય સન્મુખ કરાય છે, તેને “ઉરીરાકરણ કહે છે.
(૬) ઉપશમનાકરણ – જે પરિણામ કે પ્રયત્ન વિશેષથી કર્મોને ઉદય, ઉદીરણા, નિધત્તિ અને નિકાચનાકરણને અયોગ્ય બનાવાય તે “ઉપશમનાકરણ છે.
(૭) નિધત્તિકરણ – જે પરિણામ કે પ્રયત્ન વિશેષ વડે કર્મોને ઉદ્દવર્તન તથા અપવર્તના સિવાય અન્ય કોઈ કારણ ન લાગે તેવાં કરાય છે, તેને “નિધત્તિકરણ” કહે છે.
(૮) નિકાચનાકરણ - જે પરિણામ કે પ્રયતન વિશેષ વડે કર્મોને કઈ પણ કરણ ન લાગે તેવા કરાય છે, તેને “નિકાચનાકરણ” કહે છે.
આ બંધન આદિ આઠે કરણે કયારે અને કઈ રીતે અપૂર્વ કોટિનાં બને છે, તે સમજવા માટે જ્યારે જીવ સર્વ પ્રથમ સમ્યકત્વ પામે છે, ત્યારે તે કેવાં કેવાં લક્ષણેગુણેથી યુક્ત હોય છે અને તે સમયે કર્મોની સ્થિતિ આદિ પણ કેટલી અલ્પ પ્રમાણવાળી હોય છે, તે જાણવું જરૂરી હોવાથી અહીં સંક્ષેપમાં તેને વિચાર કરીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org