________________
૧૭
ધ્યાન વગેરેના અભ્યાસથી સાધકનુ ચિત્ત, જેમ-જેમ વધુ નિળ અને સ્થિર બને છે, તેમ તેમ તે પરમાત્મ સ્વરૂપમાં વિશેષ-વિશેષ તન્મયતા સિદ્ધ કરે છે.
ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ બનાવવું એ જ પરમાત્માની આજ્ઞા છે આ અપેક્ષાએ સમગ્ર ધ્યાન કે યાગની સાધના એ જિનાજ્ઞાના પાલનરૂપ હેાવાથી તે પ્રતિપત્તિ —પૂજા છે. સર્વ પ્રકારની પૂજાઓમાં શ્રેષ્ઠ પ્રતિપત્તિ-પૂજા છે. ઉપશાન્ત માહ, ક્ષીણમાહ અને સયેાગી કેવળીને પણ જિનાજ્ઞા પાલનરૂપ પ્રતિપત્તિ પૂજા હોય છે. દેશવિરતિથી લઈ કેવળજ્ઞાની સુધીની ભૂમિકાઓ પ્રતિપત્તિ પૂજા સ્વરૂપ છે.
આ રીતે વિચારતાં સ્પષ્ટ સમજી શકાય છે કે આ ગ્રન્થમાં નિર્દેશેલા ૨૪ ધ્યાન ભેદો અને તેના સર્વાં પેટા ભેટ્ઠા, એ જિનાજ્ઞા પાલનરૂપ પ્રતિપત્તિ પૂજાના દ્યોતક છે. તે ધ્યાનાના આલમનથી ભક્ત-સાધક ભગવાનના શુદ્ધતમ સ્વરૂપમાં તન્મય બની, અનુક્રમે સ્વ-શુદ્ધ સ્વરૂપને સાધે છે.
(૨) પરમ ધ્યાન ઃ- પ્રથમ ધર્મ ધ્યાનના દીર્ઘકાલીન અભ્યાસથી સાધક આત્મામાં જયારે ઉત્કટ પ્રકારની ક્ષમા, મૃદુતા, ઋજીતા, સંતાષ વૃત્તિ, અનુપમ સહનશીલતા આદિ ગુણ્ણા અને મૈત્રી આદિભાવા વૃદ્ધિ પામે છે, ત્યારે પરમ ધ્યાનરૂપ શુકલ ધ્યાનનેા પ્રારભ થાય છે.
ધર્મ ધ્યાન એ શુકલ ધ્યાનનું ખીજ છૅ,
પરમ ધ્યાનમાં શુકલ ધ્યાનના પ્રથમ પ્રકાર-પૃથક્-વિતર્ક -સવિચાર” સ્વરૂપ છે, તે મુખ્યતયા અપૂવ કરણ આદિ ૮ થી ૧૧ ગુણસ્થાનકોમાં શ્રેણિસ્થ જીવાને હાય છે અને ગૌણપણે અપ્રાપ્ત મુનિને પણ રૂપાતીત યાન સમયૈ શુકલ ધ્યાનના અંશ માત્ર હાય છે.૧
કોઈ પણ પ્રકારથી કે પદ્ધતિથી થતુ' તૈયાન જ્યારે ધ્યેયાકારે પરિણમે છે, ત્યારે તે ‘સમાપત્તિ' કહેવાય છે.
પ્રસ્તુત ગ્રન્થમાં પરમ શબ્દથી નિર્દિષ્ટ પરમધ્યાન, પરમશૂન્ય, પરમકલા વગેરે ધ્યાના એ ધ્યેય સાથે ધ્યાતાની એકતા-સમરસીભાવરૂપ સમાપત્તિને સૂચિત કરે છે.
(૩-૪) શૂન્ય-પરમશૂન્ય : કોઈ પણ પ્રકારના વિકલ્પ કે આકારના આલેખન વિના ધ્યાન–સાધનાના પ્રારંભ થઈ શકતા નથી, ધ્યાન માના પથિક મુમુક્ષુ સાધકે સર્વ પ્રથમ સાકાર અને સવિપ ધ્યાનના અભ્યાસ કરવા પડે છે. સવિકલ્પ ધ્યાનના દીર્ઘકાલીન અભ્યાસ પછી ચિત્ત, માહ્ય વ્યાપાર અને વૃત્તિથી શૂન્ય બને છે, ત્યારે જ સગુણ, સાકાર પરમ બ્રહ્મરૂપ ધ્યેય સાથે તાદાત્મ્યમાવને ધારણ કરે છે. તેને ભાવ१ तत्राष्टमे गुणस्थाने शुक्लसद्ध्यानमादिमम् । ध्यातु प्रक्रमतेसाधु - राधसंहननान्वितः ।
તે
3
Jain Education International
—‘ગુણસ્થાન ક્રમારા’–
For Private & Personal Use Only
www.jainelibrary.org