________________
૧૬
જેમની આજ્ઞા આટલી પ્રભાવવતી છે, તે શ્રી જિનેશ્વર પરમાત્માના પ્રભાવ કેટલા? શબ્દાતીત, કલ્પનાતીત, એક ‘અચિન્ત્ય' શબ્દ વડે જ તે પ્રભાવના પ્રકૃષ્ટ ભાવને પુનઃ પુનઃ પ્રણામ કરવા પડે તેવા અમાપ, અગાધ, અપરિમેય.
માતાના વાત્સલ્યને આપણે જાણીએ છીએ. ધરાની ક્ષમાને આપણે જાણીએ છીએ, ચન્દ્રની શીતળતાને! આપણને અનુભવ છે, સૂર્યની તેજસ્વિતાને આપણને પરિચય છે, સાગરની ગભીરતાને આપણને અંદાજ છે; માતા, ધરા, ચંદ્ર, સૂર્ય, સાગર વગેરેના તે-તે ગુણ્ણાને અનંતગુણા કરવામાં આવે તાપણુ જેમના ગુણની ગરિમા સમક્ષ જે હિવત્ પુરવાર થાય એવા અચિત્ય ગુણુયુક્ત પ્રભાવવંતા શ્રી જિનેશ્વર પરમાત્માના ગુણ-મહિમાને જેણે યકચિત્ પ્રમાણમાં પણ જાણ્યા છે, માણ્યા છે, તેને પ્રભુ સિવાય બધું સૂનું સૂનું નિરક લાગે છે તેને શરીર ખાલી ખેાળિયુ લાગે છે. અર્થાત્ પ્રભુજી જ તેના આત્મા બની જાય છે. તેમના નામનુ સ્મરણ કરતાં તેના બધા પ્રાગૈા હર્ષવિભાર બની જાય છે. તેમના ગુણનું કીર્તન કરતાં તેના સાડા ત્રણ કરાડ રૂરૂંવાડે હર્ષોંના દીવા પ્રગટે છે. તેનું સમગ્ર ચિત્ત પ્રભુના પરમ કલ્યાણકારી વિશુદ્ધ સ્વરૂપમાં એકાકાર મને છે. આમ આજ્ઞાના ધ્યાનથી આજ્ઞાકારક પરમાત્માનું જ ધ્યાન થાય છે.
તાત્પર્ય કે શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાની આરાધના ધ્યાનયેાગ વડે ભાવભરપૂર સ્તુતિ-સ્તવન વડે, ઉત્તમ દ્રવ્ય વગેરેની પૂજા વડે તથા વ્રત-નિયમ–ચારિત્રના પાલન વડે થાય છે.૬
દ્રવ્ય પૂજારૂપ દ્રવ્યસ્તવ પણ ભાવસ્તવ (ભાવપૂજા)નુ કારણ છે, સ્વર્ગ અને અપવર્ગ (માક્ષ) આપનારું છે, ચિત્તની પ્રસન્નતાના હેતુ છે. માટે ગૃહસ્થ જીવનમાં શ્રાવકએ અવશ્ય દ્રશ્યસ્તવ-પૂજાઢિ કરવાં જોઇએ. કારણકે શ્રાવક ઘણા કર્મોવાળેા હૈાવા છતાં દ્રવ્યપૂજાદિ દ્વારા પ્રગટેલા શુભભાવ વડે સાવિતિને પામી અનુક્રમે સ કમેŕના સમૂળ ક્ષય કરીને સ જીવાને પાતા થકી થતી પીડાથી મુક્ત કરી મુક્તિ સુખને વરે છે.
શ્રીજિનાજ્ઞાના આ સહુ તારક પ્રભાવને ખૂબ ખૂબ સહતા સુજ્ઞ સાધક, તેના
પાલનમાં સત્ર-સદા તત્પર રહે છે.
અર્થાત્ આજ્ઞાવિચય ધર્મધ્યાન એટલે શ્રી જિનેશ્વર પરમાત્માની વિશ્વ હિતકર આજ્ઞાનુ' નિળ અને સ્થિર ચિત્તો ચિંતન-મનન-પાલન અને તે સવ ધ્યાન ભેદોનુ મૂળ છે, પાયા છે.
આજ્ઞાવિચય ધર્મ ધ્યાન અભ્યસ્ત થયા પછી શેષ પરમધ્યાન આદિ ધ્યાના અનુક્રમે સરળતાથી સિદ્ધ થાય છે.
६. इयं तु ध्यानयोगेन भावसारस्तुतिस्तवैः ।
पूजादिभिः सुचारित्रचर्यया पालिता भवेत् ॥ २८ ॥
Jain Education International
योगसार - प्रथम प्रस्ताव
For Private & Personal Use Only
www.jainelibrary.org