________________
[ ૨૨૧
ध्यानविचार-सविवेचन આઠમા કરણમાં નિર્ણયાત્મક જ્ઞાનને અર્થાત “અવાય” ના અભાવનું કથન હતું, આ નવમા કરણમાં “અવાય”ની પહેલાં થતી વસ્તુના નિર્ણય માટેની વિચારણાને અર્થાત્ ઈહાને પણ અભાવ થાય છે.
આત્માના અનુભવજ્ઞાનમાં જેમ-જેમ વિકાસ થતો જાય છે, તેમ–તેમ પરોક્ષ જ્ઞાનરૂપ મતિજ્ઞાન વગેરેને અભાવ થતો જાય છે. “નિરીહીકર ” ની ભૂમિકામાં સાધકને જીવાદિ પદાર્થોના નિર્ણય માટે કઈ પ્રકારની ઈહારૂપ વિચાર કરવી પડતી નથી. નિરીહીકરણ આદિ આઠ પ્રકાર : (1) નિરીહી કરણ,
(૫) નિરીહભવન, | (૨) મહાનિરીહીકરણ,
(૬) મહાનિરીદીભવન, (૩) પરમ-નિરીહીકરણ,
(૭) પરમ–નિરીહભવન, (૪) સર્વ-નિરીહીકરણ.
(૮) સર્વ—નિરીહીભવન.
(૧૦) નિતીકરણ મૂળપાઠઃ-નિર્મતીરામિયારિ ૮ટધા / મતિરો ટ્રાધા | ૨૦ |
અથ:-જે ધ્યાન-ભૂમિકામાં મતિનો અભાવ થાય, તેને “નિતીકરણ કહે છે. મતિ’ શબ્દથી અહીં દસ પ્રકારને અવગ્રહ સમજ. પાંચ ઇંદ્રિય, છઠ્ઠ ડું મન એટલાને અર્થાવગ્રહ તથા મન અને ચક્ષુ વિના શેષ ચાર ઈદ્રિયોથી થતે વ્યંજનાવગ્રહ – એમ દસ પ્રકાર થાય છે.
વિવેચનઃ અહીં “મતિ’ શબ્દ દસ પ્રકારના અવગ્રહને વાચક છે. ઈન્દ્રિ અને મન સાથે પદાર્થને સંપર્ક થતાં જે અવ્યકત બોધ થાય છે, તેને અવગ્રહ
અવગ્રહના મુખ્ય બે પ્રકાર છે : (૧) વ્યંજનાવગ્રડ અને (૨) અર્થાવગ્રહ.
કોઈ પણ પદાર્થનું જ્ઞાન ઉપકરણેન્દ્રિય અને વિષયનો પરસ્પર સંબંધ થવાથી જ થાય છે, માટે ઉપકરણેન્દ્રિય અને વિષયના પરસ્પર સંબંધને–સંયોગને વ્યંજન કહેવામાં આવે છે. ઉપકરણેન્દ્રિય અને વિષયને પરસ્પર સંબંધ થતાં જે અત્યંત અવ્યક્ત જ્ઞાન થાય છે, તે “વ્યંજનાવગ્રહ છે.
વ્યંજનાવગ્રહ થયા પછી “કંઈક છે એવું સામાન્ય જ્ઞાન થાય છે, તે “અર્થાવગ્રહ” છે. વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની લેશ પણ અભિવ્યક્તિ નથી થતી, અર્થાવગ્રહમાં કંઈક છે' એવા સામાન્ય જ્ઞાનની અભિવ્યક્તિ થાય છે.
ઈહા, અપાય અને ધારણાના જ્ઞાન-વ્યાપારમાં ઈન્દ્રિય અને વિષયને સંગ અપેક્ષિત નથી. હતા. તેમાં મુખ્યતયા માનસિક એકાગ્રતા અપેક્ષિત છે. જ્યારે અવ્યક્ત જ્ઞાનરૂપ “અવગ્રહ” માં ઈન્દ્રિય અને વિષયના સંગની અપેક્ષા રહે જ છે. * દરેક ઈન્દ્રિયમાં રહેલી તિપિતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિને ઉપકરણેન્દ્રિય કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org