SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ]. ध्यानविचार-सविवेचन પંચાચારના વિશુદ્ધ પાલનનું અને જીવાદિ તના સૂમ ચિંતનનું જ વિધાન છે, જે શાસ્ત્રજ્ઞાન અને તેમાં જણાવેલ સાધના–માર્ગને અનુસરવાનું જ સમર્થન કરે છે. યોગ, વીર્ય આદિના પ્રાબલ્યથી જ્યારે દયાન સ્થિર અને સ્થિરતર, વિશુદ્ધ અને વિશુદ્ધતર બને છે, ત્યારે નિર્વિકપ સમાધિરૂપ ઉન્મનીકરણ આદિને પ્રારંભ થાય છે; અને તે બાર કારણોમાં મન, ચિત્ત આદિ બાહ્ય સાધન-આલંબને છટતાં જાય છે, તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે ટૂંકમાં આ પ્રમાણે છે : (૧) ઉમાની કરણ –ઉત્પનીકરણમાં મનને એટલે (સામાન્ય) ચિંતનને અભાવ થાય છે. (૨) નિશ્ચિત્તી કરણ -આ કરણમાં ચિત્ત એટલે ત્રિકાળ વિષયક ચિંતનને અભાવ હૈય છે. (૩) નિચેતની કરણ -આ કરણમાં શરીરગત ચેતનાને અભાવ થાય છે. (૪) નિઃસંસી કરણ -આ કરણમાં આહારાદિની આસક્તિને અભાવ થાય છે. (૫) નિર્વિજ્ઞાની કરણ –બા કરણમાં વિજ્ઞાનની એટલે જાગૃત દશામાં પણ વસ્તુના વિજ્ઞાનનો અભાવ થાય છે. (૬) નિર્ધારણી કરણ -આ કરણમાં અવિસ્મૃતિરૂપ ધારણાને અભાવ થાય છે. (૭) વિસ્મૃતી કરણ -આ કરણમાં સ્મૃતિરૂપ ધારણાને અભાવ થાય છે. (૮) નિબુદ્ધી કરણ આ કરણમાં ચાર પ્રકારની બુદ્ધિને અર્થાત્ અવાયને અભાવ થાય છે. (૯) નિરીહી કરણ - કરણમાં ઈહા એટલે વિચારણાને અભાવ થાય છે. (૧૦) નિમંતી કરણ -આ કરણમાં મતિ એટલે દસ પ્રકારના અવગ્રહને અભાવ થાય છે. (૧૧) નિર્વિતકી કરણ –આ કરણમાં વિતકને અભાવ થાય છે. (જે હા પછી અને અવાય પૂર્વે થાય છે.) (૧૨) નિરપગી કરણ -આ કરણમાં ઉપયોગ એટલે વાસનાને અભાવ થાય છે. પાંચ ઈન્દ્રિયો અને મનથી થતા મતિજ્ઞાનની ઉત્પત્તિને કેમ-અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા છે. તેને અભાવ ઉત્કમથી અહીં (છ3 કરણથી) બતાવવામાં આવ્યો છે. જરા વધુ ઊંડાણથી વિચારતાં સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે – આ બાર કરેણમાં મતિજ્ઞાનનાં સાધન-પાંચ ઈન્દ્રિઓ અને મન-ચિત્તને તથા મતિજ્ઞાનના મુખ્ય ચાર પ્રકાર (અવગ્રહ, ઈહા અવાય અને ધારણા) ના અભાવને નિર્દેશ થયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy