________________
ध्यानविचार-सविवेचन
[ ૨૦૨ અહી બતાવેલા છનું પ્રકારના કરણાગના સ્વરૂપને મુગમ દ્વારા સમજી પિતાની યોગ્યતા મુજબ તેની સાધના કરવા જે મુમુક્ષુ આત્માઓ પ્રયત્નશીલ બનશે, તેઓ પોતાના જીવનમાં બોધિ અને સમાધિની દિવ્ય ભૂમિકા પ્રાપ્ત કરવા મહા-સૌભાગ્યશાળી નીવડશે.
બાર કરણને સહસ્ત્રાર્થ આત્મા ઇન્દ્રિો અને મનથી અદષ્ટ છે, અગમ્ય છે, અગોચર છે. એ સર્વમાન્ય હકીકત હોવા છતાં, તેનું યથાર્થ સ્વરૂપ શું છે–તેનો અનુભવ ક્યારે, કઈ રીતે થઈ શકે છે–તેનું વાસ્તવિક જ્ઞાન, માર્ગદર્શન સર્વજ્ઞ કથિત જિનાગમ-શાસ્ત્રો દ્વારા મળે છે.
આત્મા, કર્મ, પરફેક આદિ અદષ્ટ પદાર્થોને યથાર્થ નિર્ણય શાસ્ત્રરૂપી દીપકના આલંબન વિના આપમતિ કે માત્ર તર્કથી જ કરવાનો પ્રયત્ન જેઓ કરે છે, તેઓ અંધકારમાં જ અટવાય છે. જન્માંધને ઈષ્ટ સ્થાને પહોંચવા માટે જેટલી જરૂર દેખતાની સહાયની પડે છે, તેટલી જ–બકે તેનાથી પણ વધુ જરૂર, આ પદાર્થોના સ્વરૂપના યથાર્થ બેધ માટે આરાધકને શાસ્ત્રરૂપી દીપકની પડે છે.
આત્મા અનુભવ ગમ્ય છે, આ અનુભવજ્ઞાન સુધી પહોંચવાને માર્ગ બતાવનાર શાસ્ત્ર છે.
શાસ્ત્રાભ્યાસ દ્વારા અખિલ શબ્દ-બ્રહ્મને જાણીને, શાસ્ત્રદષ્ટા મહામુનિઓ સ્વસંવેદ્ય અને પરબ્રહ્મસ્વરૂપ આત્માને અનુભવજ્ઞાન વડે જાણે છે.*
શુદ્ધ આત્મ-તત્ત્વના દર્શન માટે જેટલી અનિવાર્યતા અનુભવ જ્ઞાનની છે, તેટલી જ શ્રુતજ્ઞાન વગેરેની છે.
આ હકીકત પ્રસ્તુત ગ્રંથના પ્રારંભમાં જ-વિતા-માવનાપૂર્વક સ્થિરોગ થવસાયઃ | -ધ્યાનના આ લક્ષણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે
શારા એટલે સર્વજ્ઞ પરમાત્માના વચનોનો સંગ્રહ, જે ભટકતાં મન અને ઇન્દ્રિયનું શાસન કરવા દ્વારા ત્રાણ કરે છે. શાસ્ત્ર-શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનથી ભાવિત સાધકને આત્મામાં જ અનુભવજ્ઞાનને પ્રકાશ પ્રગટે છે.
ચિતા'માં શ્રુતજ્ઞાનનું ચિંતન કરવાનું વિધાન છે.
ભાવનામાં જ્ઞાનાદિ પંચાચારનું અપ્રમત્તપણે પાલન કરવાનું ફરમાન છે, તેના દિર્ઘકાળના અભ્યાસથી ધ્યાનની ભૂમિકાને પ્રારંભ થાય છે.
ચાલીસ યાન-ભેદ પછી બતાવેલાં યોગ, વીર્ય, સ્થામ વગેરેના આલંબનમાં પણ ૪૭. અધિવિરું પાત્ર સારા નિઃ | स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ॥ ८॥
– જ્ઞાન-અનુમવાદમ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org