________________
ध्यानविचार-सविवेचन
[ ણે કરે છે, અશુભ કર્મોને ખપાવવા તેની ઉદીરણ કરે છે, મિથ્યાત્વ મેહનીયનો ઉપશમ કરે છે, કેટલીક શુભ પ્રકૃતિઓની નિધત્તી અને નિકાચના પણ કરે છે.
આ રીતે વિશિષ્ટ વીર્યશક્તિ કે વિશુદ્ધ આત્મપરિણામ દ્વારા ઉપરોક્ત આઠે કાર્યો થાય છે. તે વિશિષ્ટ વીર્ય કે વિશુદ્ધ આતમ પરિણામ એ “સ્થામ”ગના આલંબનકારણ બને છે, અર્થાત્ સ્થામ એ તેનું કાર્ય છે.
આ રથામ શક્તિના પ્રભાવે આત્મા પિતાના પ્રદેશમાંથી છુટા પડી ગયેલા, ઊખડી ગયેલા કર્મલિકોને, ત્યાં-ત્યાંથી આકર્ષિત કરે છે, જેમ દંતાલી દ્વારા કચરો, ઘાસ વગેરે ખેંચી લેવામાં આવે છે.
છૂટા છૂટા પડેલા ઘાસને દંતાલીની મદદથી ભેગું કરવામાં આવે છે, તેમ સ્થામ” શક્તિ દ્વારા ધ્યાનમાં એવું પ્રાબલ્ય આવે છે કે જેથી આત્મપ્રદેશથી વિખૂટા પડેલા કર્મલિકે ભેગા થઈ જાય છે, જેનાથી તેને ખપાવવાનું કાર્ય સરળ બનતું હોય છે.
સ્થામના કાર્યમાં સહાયક–આલબનભૂત આઠ પ્રકારનાં કારણે છે. તેનાં નામ આ પ્રમાણે છે :
(૧) બંધન કરશુ. (૨) સંક્રમણ કરણ. (3) ઉદ્દવર્તાના કરણું. (૪) આ પવતના કારણ. (૫) ઉદીરણ કરણ. (૬) ઉપશમના કરણે. (૭) નિધત્ત કરણ. (૮) નિકાચના કરણ.
કરણનો અર્થ છે – આત્માની વિશિષ્ટ વીર્યશક્તિ અથવા આત્માનું વિશુદ્ધ પરિણામ.
વીર્યંતરાય કર્મના ક્ષપશમથી પ્રગટેલી વીર્યશક્તિ અથવા સુવિશુદ્ધ આત્મપરિણામરૂપ આઠ કરણે એ “સ્થામ ગ’નાં આલંબને છે.
(૪) ઉત્સાહનાં કાર્ય-કારણ –ઉત્સાહ શક્તિના પ્રભાવે આત્મા, આકર્ષિત કરેલા–ભેગા કરેલા કર્મ–દલિકને ઊંચે લઈ જાય છે, જેમ નળી દ્વારા પાણીને ઉપર લઈ જવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org