________________
ध्यानविचार-सविवेचन
[ ૧૮૭, બીજા બધાનું ગમે તે થાઓ, પણ એક મ ર આત્માનું હિત થાઓ –એ કઈ વિકૃત અર્થ આ ભાવનાની સીમામાં સમાતે નથી; પણ એક આત્માને જાણીને બધા આમાની જાતિ એક જ છે, એવો શુદ્ધ અર્થ આ ભાવનાથી ભાવિત થતાં સર્વમાં સ્વને અને સ્વમાં સર્વને જોવાની વિશુદ્ધ દૃષ્ટિને ઉઘાડ થાય છે.
કરે: શત્રુઓની સામે એકલવીરની જેમ ઝઝૂમીને વિજયશ્રી વરતા શુરવીર પુરુષને દાખલે નજર સમક્ષ રાખવાનું સત્વ આ ભાવના દ્વારા પ્રગટાવવાનું છે કે જેથી નિર્માલ્યતા નાબૂદ થાય અને ધર્મશૂરાતન રગેરગમાં વ્યાપી જાય.
(૪) અન્યત્વ ભાવના આ ભાવના દ્વારા વિજાતીય સર્વ પદાર્થોની અસરથી સર્વથા પર રહેવાની મહાકળા સાધવાની હોય છે.
સાત માળને મનોહર મહેલ પણ આખરે પર-દ્રવ્યનું માત્ર સંયોજન છે. ગમે તેવી સેહામણી પણ કાયા તે “હું” નથી; જે “હું” છે, તે તે અજર-અમર-અમલઅનુપમ-શબ્દાતીત– તકતીત આત્મદ્રવ્ય છે. તે જ “હું” બાકી બધા “હું” તે અહં. કારના જ આવિષ્કાર છે.
જાતિવંત વજારત્ન જેમ બધે નિજ પ્રકાશ રેલાવે છે, પણ અન્ય દ્રવ્યથી અસર પામતું નથી તેમ આ ભાવનાના સતત અભ્યાસથી પર-દ્રવ્યોની અસરથી મુક્ત રહીને આત્મા, મુક્તિ તરફ ગતિમાન બનતે રહે છે. આ ભાવનામાં પર-દ્રવ્યને આત્માથી નિરાળા સમજીને વર્તવાનું હોય છે.
(૫) અશુચિત્વ ભાવના આ શરીર, એમાં નાખેલાં સારાં શુદ્ધ ખાનપાનાદિને પણ ગંદાં કરવાનું સામર્થ્ય ધરાવે છે, આ શરીરની સુંવાળી ત્વચાના ઢાંકણ નીચે લોહી-માંસ-પરૂ વગેરે ખદબદે છે.
પિતાના ભાઈને પિતાના દેહ તરફ ગાઢ ગગ છે એમ જાણ્યા પછી, સુંદરીએ સાઠ હજાર વર્ષનાં આયંબિલ કરીને, પિતાની તે જ કાયા ભાઈ ભરત સમક્ષ રજૂ કરી, તે તેને રાગ પણ એાસરી ગયે.
દૂધથી ધોવા છતાં કોલસે છે નથી બનતો, પણ કાળે જ રહે છે, તેમ સુગંધી જળથી નિત્ય સ્નાન કરવા છતાં આ શરીરમાં જે અશુચિ છે, તે દૂર નથી થતી, પણ ટકેલી રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org