________________
પરમાત્માનો પોતાને એ સહજ સ્વભાવ છે કે પોતાના આશ્રિત ભક્ત-સાધકને પિતાના જેવું સ્વરૂપ પ્રદાન કરવું. એથી જ “નિજ સમ ફલદી કહીને જ્ઞાની મહાપુરુષોએ પરમાત્માની સ્તવના કરી છે.
સ્વતુલ્ય સ્વરૂપ પ્રદાન કરવાના પરમાત્માના સહજ સ્વભાવને જાણીને ચેગિપુરુષે તેમનું અભેદભાવે ધ્યાન કરે છે અને તે અભેદ ધ્યાનના પ્રભાવે પિતામાં પ્રચ્છન્નપણે રહેલ પરમાત્મ સ્વરૂપને વરે છે.
જિતેન્દ્રિય, ક્ષમાવાન, સદાચારી અને શુભ અધ્યવસાયવાળા જે સાધકો ભિન્ન ભિન્ન સાધના ઉપાસના-ધ્યાન માર્ગો દ્વારા પરમાત્મ સ્વરૂપને અનુભવે છે કે પ્રાપ્ત કરે છે, તે સર્વ સાધકે પરમાત્માના જ સેવકે છે. પોતાની પાત્રતા પ્રમાણે સાધકે વહેલા કે મોડા મુક્તિપદને–પરમાત્મ સ્વરૂપને પામે એથી તેમના સેવકભાવને કઈ બાધા આવતી નથી.
આમ પરમાત્માના યથાર્થ શુદ્ધ સ્વરૂપને જાણ જે સાધક, તેને જ પોતાના અનન્ય શરણ્ય અને દયેયરૂપે સ્વીકારે છે, તેમના શરણ અને ધ્યાનમાં એકાકાર બને છે, તે સાધક ક્રમશઃ પરમાત્મભાવથી ભાવિત થાય છે, પરમાત્મ સ્વરૂપને અનુભવે છે અને સ્વયં પરમાત્મ સ્વરૂપ બને છે.
ધ્યાતા અને ધ્યેયનું સ્વરૂપ વિચાર્યું. હવે ધ્યાન વેગ અને સમાધિને વિચાર કરીએ.
સાધના પથ : ધ્યાન–ચોગ અને સમાધિ અનેક મુમુક્ષુ સાધકે ભિન્ન ભિન્ન ધ્યાન કે ચેગ માર્ગની ઉપાસના કરીને પણ એક જ પર બ્રહ્મસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરે છે.
જેમ જુદા-જુદા માર્ગે વહેતી નદીઓ અંતે એક જ સમુદ્રમાં સમાઈ જાય છે. તેમ ધ્યાન, યોગ અને સમાધિના ભિન્ન-ભિન્ન પ્રકારો વડે પણ સાધક અંતે પરબ્રહ્મસ્વરૂપ પરમાત્મપદને પામે છે. २. थोअव्व संपया ओह इयरहेऊ वओग तद्धेऊ । सविसेसुवओग सरुव, हेउ नियमसमफलयमुक्खे ॥
-શૈત્યવંદન ભાષ્ય” ||૩૫ य एव वीतरागः स देवो निश्चीयतां ततः । भविनां भवदम्भोलिः स्वतुल्यपदवीप्रदः ॥४६॥
–ગસાર પ્રથમ પ્રસ્તાવ ३. जितेन्द्रिया जितक्रोधा दान्तात्मानः शुभाशयाः ।
परमात्मगतिं यान्ति विभिन्नैरपिवर्मभिः ॥११॥ नूनं मुमुक्षवः सर्वे परमेश्वर-सेवकाः ।। दुरासन्नादिभेदास्तु, तद् भृत्यत्वं निहन्ति न ॥१२॥
–પરમાત્મ જાતિ પંચવિંશિકા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org