________________
- ૨૬૮ ]
ध्यानविचार-सविवेचन (૧) ચિત્તની સ્થિરતાપૂર્વક થતું ચિંતન એ વાનરૂપ ચિંતા. (૨) બે ધ્યાનના વચગાળામાં થતું ચિંતન એ પાનાન્તરિકરૂપ ચિંતા.
(૩) છૂટીછવાઈ વિચારધારાઓ – જે ધ્યાન અને ધ્યાનાનરિકાથી જુદા સ્વરૂપની છે, તે વિપ્રકીર્ણરૂપ ચિંતા.
ચિંતાના આ ત્રણે પ્રકારોમાંથી પ્રસ્તુતમાં જે સાત પ્રકારની ચિંતાઓ જણાવી છે, તે વિપ્રકીર્ણરૂપ ચિંતા છે.
સાત પ્રકારની ચિંતાનું સ્વરૂપ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ – આ નવ તના તથા ધ્યાનના વીસ ભેદના સ્વરૂપની વિચારણા કરવી તે “તત્વચિંતા નામને ચિંતાને પહેલે પ્રકાર છે.
જગતમાં વિદ્યમાન જડ-ચેતન પદાર્થો, તેને ફેરફાર, સંસાર અને મોક્ષનાં સાધક-બાધક કારણે વગેરેને વિચાર તથા પ્રસ્તુત ગ્રંથમાં નિર્દિષ્ટ ચોવીસ ધ્યાન માગભેદના સ્વરૂપને વિચાર આ પહેલી ચિંતામાં આવી જાય છે.
પરસમય-જગતમાં ચાલતાં ભિન્ન-ભિન્ન દર્શને જે એકાતરુષ્ટિવાળાં અને સર્વજ્ઞ વચનથી વિપરીત છે–જેવાં કે મિથ્યાષ્ટિ, સાસ્વાદન કે મિશ્ર દષ્ટિવાળા જીના સંબંધમાં તથા ૩૩ પાખંડી વગેરેની એકાન્ત વિચારધારાઓનું ચિંતન કરવું એ બીજા અને ત્રીજા પ્રકારની ચિંતામાં સમાવેશ પામે છે.
અસત્યને અસત્યરૂપે સમજી, તેનો ત્યાગ કરવાથી જીવનમાં પ્રવેશતા દૃષ્ટિમાહ વગેરે થી બચી જવાય છે. અનેકાન્તવાદીને આ અભિગમ સુલભ છે.
સમાનધમી કહેવાતા એવા “પાસસ્થા આદિના સ્વરૂપનો વિચાર કરવો એ ચિંતાનો ચેાથે પ્રકાર છે.
આ ચિંતાથી સાધુ જીવનમાં લેવાતા નું સૂક્ષમ જ્ઞાન થતાં તેને ત્યાગ સરળતાથી થાય છે.
પાંચમી ચિંતામાં સમ્યગ્દષ્ટિ, છઠ્ઠી ચિંતામાં દેશવિરતિ અને સાતમી ચિંતામાં સર્વવિરતિધર સાધુ ભગવંતો, કેવળી ભગવંતે તથા સિદ્ધ ભગવંતના સ્વરૂપનું ચિંતન કરવાનું હોય છે...અર્થાત્ સમ્યગૃષ્ટિ દેવ–મનુષ્ય વગેરેના શમ, સંવેગ આદિ ગુણોનો વિચાર કરવો એ પાંચમી ચિંતા છે. દેશવિરતિધર શ્રાવકના ગુણોનો વિચાર કરે એ છઠ્ઠી ચિંતા છે અને પંચ પરમેષ્ઠી ભગવંતોના ગુણનું ચિંતન કરવું એ સાતમી ચિંતા છે.
આ રીતે ઉત્તમ વ્યક્તિઓના ગુણેની અનુમોદના, આદર-બહુમાનપૂર્વક થવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org