SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन અને અનેક પ્રકારના પરંપર સિદ્ધોના* સ્વરૂપનું ચિંતન કરવું તે ચિંતાને સાતમે પ્રકાર છે. વિવેચનઃ-ચિંતા શું છે? સ્થિર કે અસ્થિર ચિત્તે થતી શુભ ચિંતન-પ્રવૃત્તિ એ ચિંતાની સામાન્ય વ્યાખ્યા છે અને વિશેષથી ચિંતાના ત્રણ પ્રકાર બૃહત ક૫ભાષ્યમાં બતાવ્યા છે. તે નીચે પ્રમાણે છે આત્મા જે સમયે મેક્ષમાં જાય છે, તે સમયે અનંતરસિદ્ધ કહેવાય છે, ત્યાર પછીના સમયમાં એ જ આત્મા પરંપરસિદ્ધ કહેવાય છે. મુકતાત્માઓના બે ભેદ છેઃ (૧) અનંતર સિદ્ધો (૨) પરંપર સિદ્ધો. અનંતર સિદ્ધોના ૧૫ ભેદ છે(૧) તીર્થસિદ્ધ (૫) સ્વયંભુદ્ધસિદ્ધ (૯) પુરુષલિંગસિદ્ધ (૧૩) ગૃહિલિંગ સિદ્ધ (૨) અતીર્થસિદ્ધ (૬) પ્રત્યેકબુદ્ધસિદ્ધ (૧૦) નપુસકલિંગસિદ્ધ (૧૪) એકસિદ્ધ (૩) તીર્થંકરસિદ્ધ (૭) બુદ્ધાધિતસિદ્ધ (૧૧) સ્વલિંગસિદ્ધ (૧૫) અનેક સિદ્ધ (૪) અતીર્થંકરસિદ્ધ (૮) સ્ત્રીલિંગસિદ્ધ (૧૨) અ લિંગસિદ્ધ * પરંપરસિદ્ધો અનેક પ્રકારના છે અપ્રથમ સમયસિદ્ધ, દિસમયસિદ્ધ, ત્રિસમયસિદ્ધ, ચતુ:સમયસિદ્ધ ઈત્યાદિ વાવત સંખ્યાત સમયસિદ્ધ, અસંખ્યાત સમયસિદ્ધ અને અનંત સમયસિદ્ધ –‘વવા સૂત્ર', ૭-૮, ११. झाणं नियमा चिंता, चिंता भइया उ तीसु ठाणेसु । झाणे तहतरम्मि उ, तस्विवरीया व जा काइ ॥ १६४१ ॥ वृत्तिः-यद मनः स्थैर्यरूपं तद् नियमात् चिन्ता । चिन्ता तु 'भक्ता' विकल्पिता त्रिष स्थानेषु । तथाहि-कदाचिद् "ध्याने' ध्यानविषया चिन्ता भवति यदा दृढाध्यवसायेन चिन्तयति । तदंतरम्मि उ' ति तस्य-ध्यानस्यान्तरं तदन्तरं तस्मिन् वा चिन्ता भवेत् , ध्यानान्तरिकायामित्यर्थः ।' 'तविपरीता वा' या काचिद् ध्याने ध्यानान्तरिकाया बा नावतरति किन्तु विप्रकीर्णा चित्तचेष्टा साऽपि चिन्ता प्रतिपत्तव्या । अतो यदा दृढाध्यवसायेन चिन्तयति तदा चिन्ता-ध्यानयोरेकत्वम् , अन्यथा पुनरन्यत्वम् । -ધૃહદ્ અલ્પસૂત્ર : માથું ; ૩૬-g.નં. ૪૮૭ અર્થ ચિન્તાના ત્રણ પ્રકાર છે: (૧) ક્યારેક ધ્યાન સમયે ધ્યાન વિષયક જે ચિન્તા (ચિન્તન) દઢ અધ્યવસાય (મનની સ્થિરતા) પૂર્વક થાય છે, તે ધ્યાનરૂ૫ ચિન્તા છે. (૨) ધ્યાનની પછી (કે પહેલાં) જે ચલ ચિથી ચિંતન થાય તે પાનાનારિકા રૂપ ચિન્તા છે. (૩) અને આ બે ચિતાઓથી ભિન્ન જે છૂટી-છવાઈ વિચારણાઓ થાય છે, તે વિપ્રકીર્ણ રૂ૫ ચિન્તા છે. - સાધક જ્યારે સ્થિરચિત્તપૂર્વક ચિંતન કરે છે ત્યારે તે ચિંતા અને ધ્યાનની એકતા થઈ જાય છે અર્થાત તે ચિંતા ધ્યાનરૂપ બની જાય છે. તે સિવાયની ચિંતા એ ધ્યાનથી ભિન્ન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy