________________
८
વિકાસ થતા જાય છે, તેમ તેમ જીવાત્મા ઉપર લાગેલાં અજ્ઞાન-અવિદ્યાનાં આવરણેા દૂર થતાં જાય છે. અને પરમાત્મસ્વરૂપના સહજ પ્રકાશ પ્રગટ થતા જાય છે
યાતા-અંતરાત્મા પેાતાની પ્રત્યેક વૃત્તિ અને પ્રવૃત્તિમાં ધ્યેયરૂપે પરમાત્માને જ કેન્દ્રમાં રાખીને તેમની આજ્ઞા અનુસાર યમ, નિયમ આદિનું યથાશક્તિ પાલન કરા ક્રમશઃ ધારણા, ધ્યાન અને સમાધિના અભ્યાસ કરે છે જેને યેગશાસ્ત્રમાં ઃ અષ્ટાંગ ચેાગ’ તરીકે ઓળખાવવામાં આવે છે.
આ સાધના અને અનુષ્ઠાનેાના સેવન સાથે પસ્માત્માના નામ અને સદુપદેશનુ સતત સ્મરણ રહેતું હેાવાથી સાધકને પરમાત્માનું સતત પ્રણિધાન રહે છે, અને આ પ્રણિધાનના પ્રભાવે જ પરમાત્મા સાથે એકતા-એકાકારતારૂપ સમાપત્તિ (સહજ સમાધિ) સિદ્ધ થાય છે.
સમાપત્તિ પરમાત્મ-મિલનરૂપ છે, તેથી જ સમાપત્તિને યોગીઓની માતા કહી છે. તે પરમગુરુ પરમાત્માની અનન્ય ભક્તિના પ્રભાવે જ સાધકને આ જન્મમાં જ પરમા ભાનુ' દર્શન થાય છે. અને તેમાંય વિશિષ્ટ કોટિના આત્મદળવાળા સાધક તીથ કર નામકર્મોની નિકાચના કરીને, ત્રીજા ભવે તીર્થંકરપદને પ્રાપ્ત કરે છે. તે સિવાયના ખીજા ભવ્ય આત્માએ વિશિષ્ટ ભક્તિયોગના ફળરૂપે સિદ્ધ' પદને પ્રાપ્ત કરે છે.
જીવનમાં પરાભક્તિની સ્પર્શોના થાય છે, ત્યારે સાધકને પરમતૃપ્તિના અમૃતાનુભવ
관
થાય છે. અમર અવિનાશી આનંદમય મારું સ્વરૂપ છે, એવા અનુભવ નિયમા પરમાનંદમાં પરિણમે છે. પછી તેવા આત્માને મેળવવા જેવુ કશુ ખાકી રહેતું નથી. તેના શૈાકસંતાપ આદિ સથા નાશ પામે છે. પરમ ગુણસ`ત્તિ પ્રગટે છે. આ અવસ્થાનું યથા સુખ શબ્દાતીત છે.
તાત્પ કે હિરાત્મ ભાવ જતા સવ દુ;ખાના અંત આવે છે. સુખ બહાર નથી, એવા દૃઢ નિશ્ચય થવાથી આવા સુખદ અનુભવ થાય છે.
અ'તરાત્મ ભાવ પ્રગટવાથી મેાહ-તિમિરનેા નાશ થાય છે. જીવને મિથ્યામાં સત્ની ભ્રાંતિ આ માહ–તિમિર કરાવે છે. સ્વરૂપ-સન્મુખતારૂપે અંતરાત્મ ભાવના પ્રભાવે તે
દૂર થાય છે.
પરમાત્મ દર્શન રૂપ સમાપત્તિના એક વાર અનુભવ થયા પછી સાધક તે સ્થિતિને પ્રાપ્ત કરવા, તેમાં વધુને વધુ સમય સ્થિર બનવા પ્રયત્ન કરે છે; પરતુ મેાહજન્ય સૉંસ્કારાનુ જોર કયારેક વધી જાય છે, ત્યારે ચિત્ત ડામાડોળ થઈ જાય છે. તેથી મન પરમાત્માના ઉપયાગથી ભ્રષ્ટ થઇને બાહ્ય વિષયેા તરફ દોડવા લાગે છે. કહે। કે અંતરાત્મભાવ છેડીને અહિરાત્મ ભાવમાં કૂદી પડે છે. તે વખતે સાધકે પ્રભુ નામનું સ્મરણુ, મંત્ર-જપ, ગુણુકીત ન, શાસ્ત્રાધ્યયન—ચિ'તન મનન તથા શુભ ભાવના આદિ આલમના દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org