________________
[ १३३
ध्यानविचार-सविवेचन સાથે પ્રતિદિન બને સંધ્યાએ આ પંચનમસ્કારને આઠ વાર, આઠ સે વાર, આઠ હજાર વાર (આઠ લાખ વાર-પાઠાંતર મુજબ) અથવા આઠ કરોડ વાર જાપ કરે છે તે ત્રીજા ભવમાં સિદ્ધિ પામે છે. (૩૦-૩૧-૩રા)
પરમેષ્ઠી-નમસ્કાર શું છે? एसो परमो मंतो परमरहस्सं परंपरं तत्तं ।
नाणं परमं नेयं सुद्धं झाणं परं झेयं ॥३३॥
આ પંચપરમેષ્ઠી-નમસ્કાર–એ પરમ-મંત્ર છે, પરમ-રહસ્ય છે, પરાત્પર-તત્તવ છે (અર્થાત્ પરથી પણ પર તવ છે), પરમ-જ્ઞાન છે, પરમ-ય છે, શુદ્ધ–ધ્યાન છે અને સર્વ શ્રેષ્ઠ-ધ્યેય છે. ૩યા
વિશેષાર્થ :- (૧) પરમ-મંત્ર – સર્વ મત્રોમાં શ્રેષ્ઠ મંત્ર હવાથી નવકાર “પરમ-મંત્ર છે.
(૨) પરમ-રહસ્ય – સમગ્ર આગમ-શા–દ્વાદશાંગીને સાર એમાં સમાયેલું છે તેથી નવકાર “પરમ-રહસ્ય છે.
(૩)પરાપર-તત્ત્વ :- દેવ-ગુરુ-ધર્મ રૂપ તત્ત્વત્રયી, જીવાદિ ત, અરિહંતાદિ નવ પદો અને ધ્યાન-પરમ ધ્યાન” આદિ વીસ પ્રકારો-એ પરમતત્વ છે, તે બધાં નવકારમાં અંતર્ભત હોવાથી, તે “પરથી પણ પર તત્ત્વ છે.
(૪) પરમ-જ્ઞાન - મતિ, શ્રુત આદિ પાંચ જ્ઞાનેના ધારક પરમેષ્ઠીઓના સ્મરણ અને ધ્યાનથી ધ્યાતાને પાંચે જ્ઞાન પ્રગટે છે; તેથી નવકાર – એ “પરમ-જ્ઞાન છે. તેમજ તે સર્વ જિનાગમાં વ્યાપક હોવાથી “પંચ-મંગલ-મહાશ્રુત-કંધ’ રૂપે પ્રસિદ્ધ છે.
(૫) પરમ-ગેય - પાંચ પરમેષ્ઠી ભગવંતો જગતના સર્વ પદાર્થો કરતાં શ્રેષ્ઠ હોવાથી એ જ પરમ-ય છે. તેથી પંચપરમેષ્ઠીમય નવકાર પરમ-ય છે. પરમેષ્ઠીઓને યથાર્થ રીતે જાણવાથી જગતના સર્વ પદાર્થો બરાબર જણાઈ આવે છે.
(૬) શબ્દ-ધ્યાન :– નવકાર-એ “શુદ્ધ-ધ્યાન” છે. સર્વ પ્રકારનાં ધ્યાનમાં તે પરમ શ્રેષ્ઠ સ્થાન છે. શેષ સર્વ ધ્યાનેના પ્રકારો “નવકાર-ધ્યાનમાં સમાયેલા છે, તે ત્રીસમી ગાથામાં સ્પષ્ટ કરેલ છે.
(૭) પરમ–દયેય –નવકારમાં દયેય રૂપે પંચપરમેષ્ઠી ભગવંત છે, તે સર્વ શ્વેમાં શ્રેષ્ઠ હોવાથી નવકાર – એ “પરમ-ધ્યેય છે
“ જ્ઞાળે પરં –આ પદ-ધ્યાન” અને “પરમ-ધ્યાનનું સૂચક છે અર્થાત નમસ્કાર–આજ્ઞા-વિચયાદિ “ધર્મધ્યાન અને “શુકલધ્યાન સ્વરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org