SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ] દથનરિવાર-રવિવાર તેનાથી રહિત હોવાથી અરહંત), વળી, જેમણે કર્મરૂપી રજ દૂર કરેલી હોવાથી સંસારમાં ફરીવાર ઉત્પન્ન થવાના નથી તેથી “અરહંત' (પ્રથમ પરમેષ્ઠી પદને પામેલા) દેવાધિદેવ અરિહંત (અરહંત, અહંત) ભગવંતોને પ્રણિધાનપૂર્વક નમસ્કાર થાઓ. ૧ આઠ કર્મોરૂપી ઇધનને (શુલ–ધ્યાનથી) સર્વથા બાળી નાખનાર, શ્રેષ્ઠ કેવલજ્ઞાન અને કેવલ-દર્શનને ધારણ કરનાર (કૃતકૃત્ય થનાર), મોક્ષપદને પામેલા (અપુનરાવૃત્તિથી જેઓ નિવૃત્તિ-પુરીમાં પહોંચ્યા છે-જે નિત્ય અને અવિનાશી છે તે), પરમ-પરમેષ્ઠી સ્વરૂપ-એવા સિદ્ધ ભગવંતેને નમસ્કાર થાઓ. | ૨ (ગરછના નાયક તરીકે) આચારને ધારણ કરનારા, પંચવિધ ચારમાં સુસ્થિત (આચારને સ્વયં આચરનારા), સદા આચારનો ઉપદેશ કરનારા–એવા (અર્થના વાચક હોવાથી), જ્ઞાની આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ છે ૩ | બાર પ્રકારનાં અપૂર્વકૃતને આપનારા (અધ્યયન કરાવનારા), શ્રતધરને ધારણ કરનારા, તેમજ સ્વાધ્યાય અને ધ્યાનથી સતત યુક્ત–એવા ઉપાધ્યાય ભગવંતેને નમસ્કાર થાઓ. | ૪ | ત્રણ ગુપ્તિનું પાલન કરનારા, તપ, નિયમ, જ્ઞાન અને દર્શનથી યુક્ત, તેમજ બ્રહ્મચારી (નિર્વાણ-સાધક આત્મહિતકારી ક્રિયા કરનારા)–એવા લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતને નમસ્કાર થાઓ. | ૫ | પાંચેય પરમેષ્ઠીઓને ભાવપૂર્વક કરેલે આ નમસ્કાર સમગ્ર પાપોનો નાશ કરનારો બને છે. દા આ ભુવનમાં પણ મનુષ્ય, અસુર, દેવ અને બેચરો–થી પૂજિત જેટલાં મંગલ છે તે બધામાં આ નમસ્કાર પ્રથમ છે, તેથી તે પ્રથમ મહામંગલ છે. Iળા” નમસ્કાર-ચક્રના પ્રથમ વલયમાં ઉપર મુજબ પાંચ પરમેષ્ઠી ભગવંતેની સ્થાપના છે અને બીજા વલયમાં લેકમાં પરમ–મંગલ સ્વરૂપ, લો કેત્તમ અને અનન્ય શરણભૂત અરિહંતાદિ ચારની સ્થાપના થયેલી છે. चत्तारि मंगलं मे हुतुऽरहंता तहेव सिद्धा य । साहू अ सव्वकालं धम्मो य तिलोयमंगल्लो ॥८॥ चत्तारि चेव ससुरासुरस्स लोगस्स उत्तमा हुंति । अरहंत-सिद्ध-साहू धम्मो जिणदेसियमुयारो ॥९॥ चत्तारि वि अरहंते सिद्धे साहू तहेव धम्मं च । संसारपोररक्खसभएण सरणं पवज्जामि ॥१०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy