________________
૨૨૨ ]
ध्यानविचार-सविवेचन
સ્થાનાદિ યોગની વ્યાપકતા ત્યવંદન” આદિ પ્રત્યેક ધર્માનુષ્ઠાનમાં સ્થાનાદિ યોગોને યથાસ્થાન પ્રયોગ કરવામાં આવે, તો જ તે અનુષ્ઠાન વિધિપૂર્વક થયું ગણાય અને એ રીતે વિધિપૂર્વક આરાધેલા અનુષ્ઠાનના ફળ રૂપે સાધકને જીવનમાં ચિત્તની નિર્મળતા–પ્રસન્નતાને અનુભવ થાય છે. તેમજ અનુક્રમે સદ્ગતિ અને સિદ્ધિ-પદ પણ પ્રાપ્ત થાય છે.
જેમકે ચૈત્યવંદન કરતી વખતે મુખથી સૂત્રોનું સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ કરવું, બંને હાથ એગ મુદ્રાએ ૪ વ્યવસ્થિત રાખવા, મનથી સૂત્રોના અર્થનું ચિંતન કરવું અને દૃષ્ટિ પ્રભુ-પ્રતિમા આદિના આલંબનમાં સ્થિર કરવી.
આ રીતે સ્થાનાદિ યોગના પ્રયોગ પૂર્વક જ સર્વ અનુષ્ઠાન કરવાથી તેના દ્વારા જીવનમાં ચિત્ત-શાતિ આદિ અનેક મહાન લાભે પ્રાપ્ત થવા સાથે વાસ્તવિક આત્મવિકાસ થાય છે.
આ સ્થાનાદિ પાંચે ભેદ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરત્વ અને સિદ્ધિના ભેદથી વીસ પ્રકારના છે.
આ રીતે યોગના વીસે પ્રકારો પણ “પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાનયુક્ત બને છે, ત્યારે યોગના કુલ એંસી પ્રકારો થાય છે. કહ્યું છે કે –
प्रीतिभक्तिव चोऽसंगैः स्थानाद्यपि चतुर्विधम् । तस्मादयोगयोगाप्तेर्मोक्षयोगः क्रमाद् भवेत् ॥
–જ્ઞાનસાર : યોગાષ્ટક, શ્લે. ૭ અથ–પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ વડે સ્થાનાદિ પ્રત્યેક યોગ ચાર પ્રકારના છે. તે યેગના અભ્યાસથી અનુક્રમે “અગી-અવસ્થા પ્રાપ્ત થાય છે અને તેના વડે “મોક્ષ—પદ મળે છે.
આ બધા પ્રકારે પ્રતિપત્તિ રૂપ ભાવપૂજામાં અંતર્ભત હેવાથી “નમો પદથી સૂચિત થાય છે.
નમો’ પદ દ્વારા ઈચ્છાદિ ગો પદ દ્વારા ઈછા-વેગ, શાસ્ત્ર–ગ અને સામર્થ્ય–ગને નમસ્કાર પણ સૂચિત થાય છે. “લલિત-વિસ્તરા-વૃત્તિમાં ઈચ્છાદિ યોગનું સૂચન આ પ્રમાણે કરેલું છે –
(૧) “નમો અરિહૃતા” કે “નમુશુમાં રહેલા “નમો’ પદ દ્વારા “ઈચ્છ-ગ” ને નમસ્કાર.
xકેશીકારે બંને હાથ ભેગા કરી, પરસ્પર દશે આંગળીઓ પરોવી અને હાથની બંને કેરણીઓને પિતા મા ભાગ ઉપર સ્થાપિત કરવી–તે ગમુદ્રા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org