________________
ध्यानविचार-सविवेचन
[૨૨૭ પ્રકારનાં પાપોને ક્ષય, સર્વ પ્રકારનાં પુણ્યને સંચય થાય છે તથા સર્વ પ્રકારથી આત્મા અવશ્ય શુદ્ધ થાય છે.
પરમેષ્ઠી નમસ્કારનું ફળ :
પંચમંગલ સ્વરૂપ પરમેષ્ઠી નમસ્કાર–એ સર્વ પ્રકારના શોક, સંતાપ, ઉદ્વેગ, આધિ, વ્યાધિ, ઉપાધિ, મહાવ્યાધિ, વેદના, ઘોર દુઃખ, દરિદ્રતા, દીનતા, કલેશ, જન્મજરા–મરણ તથા ગર્ભવાસ આદિ દુઃખેથી ભરપૂર એવા ભયાનક સંસાર–સાગરથી ઉદ્ધાર કરનાર છે. | સર્વ સમીહિત પદાર્થોની પ્રાપ્તિ માટે તે કલ્પવૃક્ષ અને ચિંતામણિરતનથી પણ અધિક પ્રભાવશાળી છે. આ લોક, પરલોકનાં સર્વ વાંછિત પૂરનાર છે.
શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે-આ નવકારને તાગ કેાઈ પામ્યું નથી કે પામી શકે તેમ પણ નથી, માટે દુરસ્તર સંસાર-સાગરને પાર પમાડવામાં તે સદા મોખરે છે.
વિધિપૂર્વક એક લાખ વાર નવકાર મંત્રનું આરાધન કરનાર આત્મા, નિઃસંદેહ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે.
નવકાર મંત્રના એક અક્ષરનું પણ ભાવપૂર્વક કરવામાં આવેલું આરાધન પચાસ સાગરોપમનાં સંચિત પાપ-કર્મોને નાશ કરે છે અને નવે પદોનું આરાધન કરવાથી પાંચસો સાગરોપમનાં સંચિત પાપ-કમેને ક્ષય કરે છે.
જન્મ-જન્માંતરનાં સંચિત શારીરિક કે માનસિક સર્વ દુઃખે અને તેના કારણભૂત પાપ-કર્મે ત્યાં સુધી જ ટકી શકે છે, જ્યાં સુધી ભાવપૂર્વક નમસ્કાર મહામંત્રનું સ્મરણ આરાધન ન થયું હેય.
ખરેખર ! આ નવકારમંત્ર–એ આ લોક અને પરલોકનાં સર્વ સુખનું મૂળ છે. પદ ધ્યાન અને પરમેઠી-નમસ્કાર :
પદ ધ્યાનમાં પાંચ પરમેષ્ઠી ભગવંતેનું જ ધ્યાન હોવાથી તે નમસ્કાર-મહામંત્રનું જ ધ્યાન છે કેમ કે “પદ ધ્યાન–એ ભાવ સંકેચ રૂ૫ ભાવ-નમસ્કાર છે.
આવશ્યક-નિયુક્તિ' અંતર્ગત “નમસ્કાર-નિર્યુક્તિમાં શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામીજીએ ઉત્પત્તિ, નિક્ષેપ, પદ અને પદાર્થ આદિ દ્વારા વડે નવકારનું વિશદ સ્વરૂપ અને રહસ્ય
સ્પષ્ટપણે વર્ણવ્યું છે. તેમાંના કેટલાક ઉપયોગી મુદ્દાઓને અહીં વિચાર કરીશું. (૧) ઉત્પત્તિ દ્વાર:- “નમસ્કાર” શબ્દ - એ જ્ઞાન અને કિયા રૂપ છે. એ બને ઉત્પત્તિધર્મવાળા છે. તેથી “નમસ્કાર એ ઉત્પત્તિ-ધર્મવાળે છે. ઉત્પત્તિમાં નિમિત્તની અપેક્ષા રહે છે. “નમસ્કારની ઉત્પત્તિમાં ત્રણ નિમિત્તો-કારણે માનેલાં છે. તે નીચે પ્રમાણે છે:
(અ) સમુસ્થાન-જેનાથી સમ્યગૂ ઉત્પત્તિ થાય, તે સમુત્થાન કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org