________________
૨૨૨ ]
ध्यानविचार-सविवेचन અહીં આગમ, યોગ(થાન), મંત્ર અને તંત્ર-યંત્રની દષ્ટિએ પરમેષ્ઠી-નમસ્કારનું માહાભ્ય વિચારવામાં આવે છે, જેથી “પદ ધ્યાનનું મહત્વ પણ ખ્યાલમાં આવશે. આગમ-ષ્ટિએ પરમેઠી-નમસ્કારનું માહાતમ્યઃ
મહાનિશીથ', “નમસ્કાર–નિયુક્તિ આદિ આગમ-ગ્રન્થમાં પરમેષ્ઠી-નમસ્કારમહામંત્રને “પંચમંગલ-મહાશ્રુતસ્કંધ' તરીકે ઓળખાવવામાં આવેલ છે, કારણ કે તે (નવકાર) તલમાં તેલ, કમળમાં મકરંદ અને સર્વ લેકમાં પંચાસ્તિકાયની જેમ સર્વ આગમાં વ્યાપીને રહેલો છે. સર્વ આગમનું આદિ પદ છે, તેથી સર્વ સૂત્રોના આદિમાં પણ તે અવશ્ય હોય છે.
અગ્નિ આદિના ભય વખતે માણસ કણ-કપાસ આદિ બધું છોડી દઈને જેમ કિંમતી રત્નને ગ્રહણ કરે છે, દુશ્મનોના હુમલા વખતે તલવાર જેવાં સામાન્ય શાને છેડીને
શક્તિ” આદિ અમેઘ શસ્ત્રોને જ ઉપયોગ કરે છે, તેમ શ્રુતકેવળી જેવા પૂર્વધ-મહર્ષિએ પણ મરણ સમયે દ્વાદશાંગ-શ્રુતને છોડીને તેનું જ સ્મરણ કરે છે. તેથી નવકાર-મહામંત્રએ દ્વાદશાંગના સારભૂત હોવાની હકીકત પુરવાર થાય છે.
સમગ્ર દ્વાદશાંગીના ચિંતન-મનનથી જેવી આત્મવિશુદ્ધિ તેમજ તજજન્ય સમતા પામી શકાય છે, તેવી જ આત્મ-વિશુદ્ધિ તેમજ સમતા મંત્રાધિરાજ નવકારના ભાવપૂર્વકના આરાધનથી પામી શકાય છે.
આ “નમસ્કાર-મંત્ર” – એ યથાર્થ કિયાનુવાદ સદભૂત ગુણકીર્તન સ્વરૂપ તથા યથેચ્છ–ફળ-પ્રસાધક પરમ-સ્તુતિવાદ રૂ૫ છે.
પરમ–ઉત્કૃષ્ટ સ્તુતિ, ત્રણ જગતમાં જે સર્વોત્તમ હોય તેની જ કરવી જોઈએ.
ત્રણ જગતમાં ઉત્તમોત્તમ આત્મા જે કૅઈ થઈ ગયા, જે કોઈ થાય કે જે કોઈ થશે તે સર્વ અરિહંતાદિ પાંચ જ છે. તે સિવાય બીજા કોઈ નથી. તે પાંચ છે– અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ.....!
પંચમંગલ-મહાશ્રુતસ્કંધ – એ પરમસ્તુતિ પરમભક્તિ સ્વરૂપ છે અને ભક્તિ-વિનય એ સર્વ સમ્યગ્ર આચારનું–ગુણેનું મૂળ છે. તેથી સર્વ પ્રકારના સદનુષ્ઠાનમાં પણ આ નવકાર વ્યાપક રૂપે અવશ્ય હોય જ છે.
પરમેષ્ઠી ભગવતેની ભક્તિ-સેવા વિના કોઈ પણ સમ્યગ-આચાર કે ગુણની વાસ્તવિક પ્રાપ્તિ થઈ શક્તી જ નથી, માટે ગુણના અથી આત્માઓ સૌ પ્રથમ પંચપરમેષ્ઠી ભગંવતનો વિનય કરે છે, તેમજ તેમ કરવામાં પોતાનું અહોભાગ્ય સમજે છે.
મહાપ્રાભાવિક આ મંત્રધિરાજના સ્મરણ-મનન-ચિંતન નિતિસ્થાસનના પ્રતાપે લઘુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org