________________
૨૪ ].
ध्यानविचार-सविवेचन નવમા વલય દ્વારા ત્રણે વીસીના જિનેશ્વર પરમાત્માનાં મંગળ નામનું સ્મરણ થાય છે.
દસથી સેળ વલમાં સમ્યગ્ર દષ્ટિ ઇન્દ્રો, અધિષ્ઠાયક દેવ, દેવીઓ વગેરેનું સ્મરણ થાય છે.
સત્તરમા વલયમાં અસંખ્યાતા શાશ્વત અને અશાશ્વત ચૈત્યનાં સ્મરણ દ્વારા સ્થાપના-તીર્થકરનું ધ્યાન થાય છે.
ત્યાર પછી અઢારથી એકવિસ સુધીનાં ચાર વલમાં પ્રથમ ગણધર અને ચતુવઘ– સંઘ રૂપ તીર્થનું સ્મરણ થાય છે.
બાવીસથી વીસ–આ ત્રણ વલય દ્વારા ભવનયોગ, કરણગ અને કરણ રૂપ પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ ચારિત્ર-ધર્મનું સ્વરૂપ ચિંતવાય છે.
પરમમાત્રા ધ્યાનની ઉપયોગિતા – દયાનના વિષયને સૂકમસૂક્ષમતર બનાવવા માટે પ્રથમ ધ્યેયને વિશાળ-લોકવ્યાપી બનાવવું પડે છે અને તે “પરમ માત્રા ધ્યાન” દ્વારા થઈ શકે છે. તેમાં ત્રિભુવન પદાર્થોના સ્વરૂપનું ચિંતન કરવાનું હોય છે.
ચતુર્વિધ સંઘને અવશ્ય કર્તવ્ય રૂપ દેવવંદન, ચૈત્યવંદન, પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાન તથા તેનાં સૂત્રો – એ ધ્યાન-ગ વિષયક અનેક સાધન-સામગ્રીથી સભર છે. ઉપગપૂર્વક અનુષ્ઠાન કરનારને પિતાની યોગ્યતાનુસાર તેને લાભ અવશ્ય મળે છે.
પરમ માત્રા ધ્યાનના ચોવીસ વલયોમાં બતાવેલા ધ્યાનના પદાર્થો આવશ્યક સૂત્રોમાં પણ સમાએલા હોવાથી સર્વત્ર શુભ-ધ્યાનની ઉપગિતાને સૂચિત કરી સાધકને ધ્યાનમાની સાચી ઓળખાણ આપે છે.
દેવ–વંદનના બાર અધિકારમાં પ્રથમ “ભાવ-જિન”ની સ્તુતિ કરવામાં આવે છે, તે માત્રા ધ્યાનમાં બતાવેલા ભાવ-તીર્થંકર પરમાત્માના દયાનની દ્યોતક છે.
શેષ અધિકારનો સંબંધ “પરમ માત્રા ધ્યાને સાથે સુસંગત છે. લેગર્સ-સૂત્રમાં નામ-જિનનું કીર્તન છે. અરિહંત ચેઈયાણું” દ્વારા સ્થાપના-જિનના વંદનાદિ માટે કાર્યોત્સર્ગ કરાય છે.
જે અહિયા સિદ્ધા' વડે દ્રવ્ય જિન અને “સવ્વલોએ અરિહંતથી ત્રણે ભુવનનાં ચોને વંદનાદિ થાય છે.
પુખરવરમાં વિહરમાન વીસ તીર્થંકર પરમાત્મા અને શ્રુત-ધર્મની સ્તુતિ છે અને ધમે વઢઉ' પદથી ચારિત્ર-ધર્મની સ્તુતિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org