________________
ગ્રન્થ–સમાપ્તિ અને કૃતજ્ઞતા પૂજ્યશ્રીની વાત્સલ્યપૂર્ણ ઉક્ત પ્રેરણું સેલાસ ઝીલી લઈને મેં “ધ્યાન વિચાર” નું લખાણ શરૂ કર્યું. તેઓશ્રીની પુણ્ય-નિશ્રામાં “ચાવીસ ધ્યાન પ્રકાર' સુધીનું જે વિવેચન લખાયું, તેનું નિરીક્ષણ અને શુદ્ધીકરણ પૂજ્યશ્રીએ પોતે જ કરી આપ્યું. અને શેષ લખાણ વિ. સં. ૨૦૩૩ના આધોઈ (કચ્છ) ના ચાતુર્માસમાં મેં પૂરું કર્યું. તે દરમ્યાન પૂજ્યશ્રીની અસ્વસ્થ તબિયતના સમાચાર મળતાં, ચાતુર્માસ બાદ પુનઃ પૂજ્યશ્રીની પુણ્ય નિશ્રામાં આવવાનું બન્યું.
તનની અસ્વસ્થતા વચ્ચે પણ મનની સ્વસ્થતા અને સમતામાં સ્થિર પૂજ્ય પંન્યાસજી મહારાજને “ધ્યાન વિચાર નું શેષ લખાણ પણ તેઓશ્રીની અનુકૂળતા મુજબ વાંચી સંભળાવતો અને તેઓશ્રીના સૂચન મુજબ તેમાં જરૂરી સુધારા કરી લેતા.
આ રીતે ધ્યાન વિચાર’ ના વિવેચનનું લખાણ સમાપ્ત થતાં, તેઓશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી અને આ લખાણ યોગ્ય રીતે પ્રકાશિત થાય એવી ઈચ્છા પણ દર્શાવી
ધ્યાનયોગ અને અધ્યાત્મ જેવા ગંભીર વિષય ઉપર કંઈ લખવું એ મારી શક્તિ બહારનું કામ છે, એ હું સમજું અને તેથી આજ સુધી જે કાંઈ લખાણ થયું છે, થાય છે, તે બધે પ્રભાવ પૂજ્યશ્રીની પ્રેરણા અને કૃપાદષ્ટિને જ છે-એ વાતને કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરતાં હર્ષ અનુભવું છું. ખરી આમાં મારું કશું છે જ નહિ, તેથી એ જેમનું છે તેઓશ્રીના કરકમળમાં સમર્પિત કરી હળવાશ અનુભવું છું.
–વિ કલાપૂર્ણસૂરિ
આસો સુદ ૧૦ રવિવાર વિ.સં. ૨૦૪૨ તા. ૧૨-૧૦-૮૬ માંડવી (કચ્છ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org