________________
સ્યાદ્વાદ- રત્નાકરના મરજીના એવા પૂ. પંન્યાસજી ભગવંતને ગંભીરમાં ગંભીર તત્વજ્ઞાનના જટિલ પ્રશ્નના તત્કાલ સચોટ, સાધાર જવાબ આપતા સાંભળીને અનેક તવવિદ પણ તેઓશ્રીના ચરણોમાં મૂકી પડતા. સતત સહવાસના કારણે આવા અનેક અનુભવે મને પણ થયા છે જેમાંથી હું પણ ઘણું પ્રકાશ પામ્યો છું.
પૂજ્યશ્રી એવા તે વાત્સલ્યવંત હતા કે પોતાના અણમોલ સમયમાંથી નિત્ય નિયમિત રીતે કલાક, દોઢ કલાક જેટલો સમય કાઢીને મને નમસ્કાર મહામંત્ર. “પરસ્પર પણો જીવાનામૂ” અને “કો અકાળ' એ સૂત્ર, વ્યાદિ ચાર ભાવનાઓ, સામા યિક ભાવ, ધ્યાગ, સમાધિ વગેરે પદાર્થોનાં ગહન રહસ્ય સમજાવતા અને તેના આધારભૂત વિવિધ શાસ્ત્રપાઠો પણ બતાવતા; વળી લલિત વિસ્તરા, પંચસૂત્ર, અધ્યાત્મસાર આદિ ગ્રન્થના વિશિષ્ટ અર્થ અને અદંપર્યય સમજાવી તે તે ભાવને આત્મસાત્ કરવાની ખાસ પ્રેરણા પણ આપતા.
“ધ્યાન વિચાર’ ના લખાણું અને પ્રેરણા પરિચયમાં આવેલી વ્યક્તિની ભૂમિકા અને શક્તિના સાચા પારખુ પૂજ્ય પંન્યાસજી મહારાજ સામી વ્યક્તિની યોગ્યતા અને રુચિ અનુસાર તેને એવાં પ્રેરણા અને પ્રોત્સાહન આપતા કે જેથી એનામાં સુષુપ્ત રહેલી શક્તિઓ કમશઃ પ્રગટ થવા સાથે કાયવિત બનવા લાગી જતી. આથી આવું પ્રોત્સાહન પ્રાપ્ત કરનાર દરેક વ્યક્તિ પોતાની કક્ષા મુજબ આરાધકભાવ સાથે અધ્યયન, મનન, સ્વાધ્યાય, તપ, વૈયાવચ્ચ, ભક્તિ, જાપ, ધ્યાન તથા વકતૃત્વ–લેખન આદિ કાર્યોમાં પ્રયત્નશીલ બની સ્વ-પરોપકાર સાધવામાં તત્પર બની જતી
તેઓશ્રી પાસે “સિદ્ધ-પ્રાભત” અને “ધ્યાનવિચાર’ નું વાંચન કરીને તેને સંક્ષિપ્ત સાર આલેખવાને મેં પ્રયાસ કર્યો હતો.
પ્રથમ બેડાના ચાતુર્માસમાં “સિદ્ધ-પ્રાભૃત”નો ટૂંક સાર લખી પૂજ્યશ્રીને વાંચવા આપે. તેઓશ્રી મારું આ લખાણ સઘંત ધ્યાનપૂર્વક વાંચી ગયા, પણ એમાં રહેલી અનેક ત્રુટિઓ તરફ પ્રથમ કંઈ પણ નિર્દેશ કર્યા વિના, લખવાના મારા પ્રાથમિક પ્રયાસ બદલ આત્મિક સંતોષ અને પ્રસન્નતા વ્યક્ત કર્યા પછી લેખન સંબંધી કેટલાંક અગત્યનાં સૂચનો કરીને મને કહ્યું. “ ધ્યાન વિચાર” ને શબ્દાર્થ છપાયેલો છે, થોડા વિવેચન સાથે એ ગ્રન્થના પદાર્થોને સ્પષ્ટ કરવાની જરૂર છે, તમે આ કાર્ય શરૂ કરો તેથી તમને તેમજ અન્ય સાધકોને પણ મહાન લાભ થશે.
- સાધકની યોગ્યતાને ઢાળીને પણ જગાડવાના તેઓશ્રીના આ વાત્સલ્યને ક્યાં વિશેષણ વડે નવાજવું એ સવાલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org