________________
૨૦૪ ].
ध्यानविचार-सविवेचन શબ્દબ્રહ્મનું સાન્નિધ્ય માત્ર પણ “ઉપસર્ગને હરનારું છે. નિગ્રહ અને અનુગ્રહ કરવાની અમાપ શક્તિ તેમાં રહેલી છે.
ભક્તામર સ્તોત્ર, કલ્યાણ મંદિર તેત્ર વગેરે તેત્રોમાં પણ તીર્થંકર પરમાત્માના નામ-મંત્રને અચિત્ય પ્રભાવ વર્ણવવામાં આવ્યો છે.
દર્દને દૂર કરનારી દવાને દહી જે ભાવપૂર્વક ગ્રહણ કરે છે, તેના કરતાં ઘણું ઊંચા ભાવથી પ્રભુજીનું નામ ગ્રહણ કરવાથી દ્રવ્ય-રેગની સાથે ભાવ–રોગ પણ નાબૂદ થઈ જાય છે.
પ્રભુજીના નામને ગ્રહણ કરવાથી તેમનું સ્વરૂપ કે તેમની દિવ્ય આકૃતિ(મૂર્તિ હૃદયપટે પ્રતિષ્ઠિત થાય છે અને તેના પ્રભાવે જીવનમાં સર્વમંગળકારી ધર્મ પ્રતિષ્ઠિત થઈને સર્વ અશુભ બળને વંસ કરે છે.
પરમાત્મા અનંત ગુણના ધામ છે. નિશ્ચય-દષ્ટિએ તેઓ વચનાતીત હોવા છતાં તેમનાં અનેક નામો તેમનામાં રહેલા એક એક ગુણની ઓળખાણ પણ આપે છે.
લૌકિક અને લકત્તર કાર્યને સિદ્ધ કરનાર મહામાભાવિક નામ મંત્ર રૂ૫ શબ્દબ્રહ્મના સામર્થ્યને સમજવા માટે મંત્ર-વિજ્ઞાન પણ સહાયક બને છે.
(૧૦) સેળ વિદ્યાદેવીઓનું વલય મૂળપાઠ-દોષિા - વિધા-વતાવયમ્ II અથ - દશમું વલય રહિણી આદિ સોળ વિદ્યાદેવીઓનું * છે.
(૧૧) અઠ્ઠાવીસ નક્ષત્રોનું વલય મૂળપાઠઃ- a gવંશતિ-નક્ષત્ર- નામાક્ષરવત્રમ્ ? શા
અર્થ – અગિયારમા વલયમાં અઠ્ઠાવીસ નક્ષત્રોનાં નામાક્ષની સ્થાપના છે.*
* સોળ વિદ્યાદેવીઓનાં નામ : (૧) રોહિણી, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વજેશંખલા, (૪) વાંકુશી, (૫) અપ્રતિચકા, (૬) પુરુષદત્તા, (૭) કાલી, (૮) મહાકાલી, (૯) ગૌરી, (૧૦) ગાધારી, (૧૧) વાલા માલિની, (૧૨) માનવી, (૧૩) વૈરોટિયા, (૧૪) અછુપ્તા, (૧૫) માનસી, (૧૬) મહામાનસી.
૪ અઠ્ઠાવીસ નક્ષત્રોનાં નામઃ (૧) અશ્વિની, (૨) ભરણી, (૩) કૃતિકા, (૪) રોહિણી, (૫) મૃગશીર્ષ, (૬) આદ્ર, (૭) પુનર્વસુ, (૮) પુષ્ય, (૯) આશ્લેષા, (૧૦) મા (11) પૂર્વાફાલ્ગની, (૧૨) ઉત્તરાફાગુની, (૧૩) હસ્ત, (૧૪) ચિત્રા, (૧૫) સ્વાતિ, (૧૬) વિશાખા, (૧૭) અનુરાધા, (૧૮) જયેષ્ઠા, (૧૯) મૂલ, (૨૦) પૂર્વાષાઢા, (૨૧) ઉત્તરાષાઢા, (૨૨) અભિજિત, (૨૩) શ્રવણ, (૨૪) ધનિષ્ઠા, (૨૫) શતભિષા, (૨૬) પૂર્વાભાદ્રપદ, (૨૭) ઉત્તરાભાદ્રપદ, (૨૮) રેવતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org