________________
ध्यानविचार-सविवेचन
[ ૨૦૨
વિવેચન :- આ વલયમાં વીસ તીર્થંકર ભગવંતના પિતાના નામાક્ષરોને ન્યાસ કરવામાં આવ્યો છે. તીર્થંકર પરમાત્મા ત્રણે લેકને વંદનીય-પૂજનીય હોવાથી તેમનાં માતા-પિતા પણ ત્રણે લેકને વદનીય હોય છે. | તીર્થકર ભગવંતોની જન્મ-ભૂમિ, દીક્ષા-ભૂમિ, કેવળજ્ઞાન-ભૂમિ અને નિર્વાણ-ભૂમિ પણ તીર્થ સ્વરૂપ બનીને દેવ, દાનવ, માનવ સહુને આદર્શરૂપ અને આલંબનમ્ર બને છે તે આવા પુરુષ-રત્નની જગતને ભેટ આપનાર માતા-પિતા સહુને વંદનીય કેમ ન બને ? અર્થાત બને જ.
સંતાનની ઓળખ કરાવવામાં માતા-પિતાનાં નામ પણ અગત્યનો ભાગ ભજવે છે. આદિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી - આ નામોની જેમ જ “નાભિપુત્ર', વામાનંદન”, “સિદ્ધાર્થનંદન, ત્રિશલાસનું વગેરે શબ્દો પણ જગતને તે તે તીર્થંકર પરમાત્માની ઓળખ કરાવે છે અને તેવા શબ્દ-પ્રયોગો શાસ્ત્રોમાં, સ્તોત્ર-સ્તવમાં અને વ્યવહારમાં પણ પ્રસિદ્ધ છે.
આ સવ નામો પણ ત્રણે લેકના જીવાત્માઓને આનંદ-મંગળ આપનાર થાય છે. તેમજ સર્વ પાપનો નાશ કરવામાં વિદનોની વેલીઓને ઉચ્છેદવામાં અને સંપત્તિની પ્રાપ્તિમાં હેતુ બને છે.
ત્રણે જગતને અને ગૃહસ્થ જીવનમાં તીર્થંકર પરમાત્માને પણ વંદનીય એવા તેમના પિતાનું સ્મરણ-ચિંતન પણ મંગળકારી હોવાથી પ્રસ્તુત વલયમાં તેમના નામાક્ષરના ન્યાસનું વિધાન છે.
" (૯) તીર્થંકર નામાક્ષર વલય મૂળપાઠ-ગીતા-ડાત-વર્તમાનમાવાર્થ-નામાક્ષવઝા છે.
અર્થ - નવમા વલયમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની ગ્રેવીસીઓના ભાવ–તીર્થકરોના નામની–નામાક્ષરોની X સ્થાપના કરવામાં આવી છે.
૪ ભૂતકાળના ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં નામઃ
(૧) કેવળજ્ઞાની (૨) નિર્વાણ, (૩) સાગર, (૪) મહાયશ, (૫) વિમલ, (૬) સર્વાનુભૂતિ, (૭) શ્રીધર, (૮) દત્ત, (૯) દામોદર, (૧૦) સુતેજ, (૧૧) સ્વામી, (૧૨) મુનિસુવ્રત, (૧૩) સુમતિ, (૧૪) શિવગતિ, (૧૫) અસાગ, (૧૬) ન મીશ્વર, (૧૭) અનિલ, (૧૮) યશોધર, (૧૯) કૃતાર્થ (૨૦) જિનેશ્વર, (૨૧) શુદ્ધમતિ, (૨૨) શિવંકર, (૨૩) સ્પન્દન, (૨૪) સંપ્રતિ.
ભવિષ્યકાળના ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં નામઃ
(1) પદ્મનાભ, (૨) શરદેવ, (૩) સુપાશ્વ, (૪) સ્વયંપ્રભ, (૫) સર્વાનુભૂતિ, (૬) દેવશ્રુત, (૭) ઉદય, (૮) પેઢાલ, (૯) પિદિલ, (૧૦) શતકીર્તિ, (૧૧) સુવત (1) અમમ, (૧૩) નિષ્કષાય, (૧૪) નિષુલાક, (૧૫) નિર્મમ, (૧૬) ચિત્રગુપ્ત, (૧૭) સમાધિ, (૧૮) સંવર, (૧૯) યશોધર, (૨૦) વિજય, (૨૧) ભલ્લ, (૨૨) દેવ, (૨૩) અનંતવીર્ય, (૨૪) ભદ્રકૃત.
વર્તમાન કાળના વીસ તીર્થંકર પરમાત્માઓના નામઃ
(૧) ઋષભ, (૨) અજિત, (૩! સંભવ, (૪) અભિનંદન, (૫) સુમતિ, (૬) પદ્મપ્રભ, (૭) સુપાર્શ્વ, (૮) ચન્દ્રપ્રભ, (૯) સુવિધિ, (૧૦) શીતલ, (૧૧) શ્રેયાંસ, (૧૨) વાસુપૂજ્ય, (૧૩) વિમલ, (૧૪) અનંત, (૧૫) ધર્મ, (૧૬) શાનિ, (૧૭) કુંથુ, (૧૮) અર, (૧૯) મલિ, (૨૦) મુનિસુવ્રત, (૨૧) નમિ, (૨૨) નેમિ, (૨૨) પાર્શ્વ, (૧૪) મહાવીર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org