________________
૨૦૦ ]
ध्यानविचार-सविवेचन
“મનુ સ્મૃતિ'માં પણ “માતા”ને હજાર પિતા બરાબર કહી છે, તેથી પણ અધિક (હજાર પિતા કરતાં પણ વધુ ઉપકારિણું ગણાવી છે. *
તીર્થકર–માતા અને પુત્રની પરસ્પર અવલોકન યુક્ત આ મુદ્રાને સૂચિત કરતાં કેટલાંક શિ૯પ, મૂતિઓ અને ચિત્રપટ શંખેશ્વરછ, શત્રુંજય-ગિરનારજી, તારંગાજી, આબુજી (દેલવાડા), રાણકપુરજી જેવાં શિલ્પ-સમૃદ્ધ જિનાલયોમાં અને પ્રાચીન હસ્તપ્રતમાં આજે પણ જોવા મળે છે. તેથી એ સાબિત થાય છે કે આ ધ્યાન-પ્રક્રિયા અત્યંત ઉપકારક તેમજ ઉપાગી હતી અને છે.
સાક્ષાત તીર્થકર દેનાં ન્યાસ–સ્મરણ પહેલાં તેમનાં માતા-પિતાનાં ન્યાસ–રમરણ કરવાનું વિધાન પણ મહાવભર્યું છે. ધ્યાન-સાધનામાં બીજા અનેક ઉપયોગી અંગે સાથે માતા–પિતાની ભકિત પણ ઉપયોગી અંગ છે.
તીર્થંકર પરમાત્મા જેવા પરમ લકત્તર પુરુષો પણ પિતાનાં માતા-પિતાને પરમ વિનય કરતા હોય છે તે સામાન્ય મનુષ્ય આ વિનય કરે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. આસન ઉપકારી માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞભાવ વ્યકત કરવો એ આત્મસાધક મુમુક્ષુનું પ્રથમ કર્તવ્ય છે. ત્યાંથી જ યથાર્થ વિકાસને પ્રારંભ થાય છે.
પોતાનાં માતા-પિતાને નહિ નમનારો આત્મા, દેવ-ગુરુને નમવાની યોગ્યતા ભાગ્યે જ પ્રગટાવી શકે છે.
આ ધ્યાન–પ્રક્રિયાના ફળરૂપે વાત્સલ્ય અને ભક્તિ એ બે મહાન ગુણની પ્રાપ્તિ સાથે સાધક પુરુષને સ્ત્રી જાતિ પ્રત્યે પુત્રવત્ ભાવની લાગણું સહજ સિદ્ધ થાય છે. તેમજ કામરૂપી શત્રુ ઉપર સરળતાથી વિજય મેળવી શકાય છે. જીવરાશિ પ્રત્યે સ્નેહભાવ અને ગુણીજનો પ્રત્યે પ્રમોદભાવ સહજ રીતે ઉત્પન્ન થાય છે.
(૮) તીર્થકર પિતૃવલય મૂળપાઠ – તીર્થંકર * વથ ટા. અર્થ – આ આઠમું વલય, ચોવીસ તીર્થંકર પરમાત્માઓના પિતાનું છે.* * उपाध्याया दशाचार्यो, आचार्याणां शतं पिता ।
सहस्रं तु पितुर्माता गौरवेणाऽतिरिच्यते ॥ मनुस्मृति. ૪ ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં પિતાઓના નામ :
(૧) નાભિરાજા, (૨) જિતશત્રુ, (૩) જિતારિ, (૪) સંવર, (૫) મેઘ, (૬) ધર, (૭) પ્રતિષ્ઠ, (૮) મહાસેન, (૯) સુગ્રીવ, (૧૦) દઢરથ, (૧૧) વિષ્ણુ, (૧૨) વસુપૂજ્ય, (૧૩) કૃતવર્મા, (૧૪) સિંહસેન, (૧૫) ભાનુ, (૧૬) વિશ્વસેન, (૧૭) સૂર. (૧૮) સુદર્શન, (૧૯) કુંભ, (૨૦) સુમિત્ર, (૨૧) વિજય, (૨૨) સમુદ્ર વિજય, (૨૩) અશ્વસેન, (૨૪) સિદ્ધાર્થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org