________________
[ ૧૭.
ध्यानविचार-सविवेचन
(૬) સકલી કરણ વલય મૂળપાઠા- ર-ય-થિથyતેની-નવાજાશમgrગ્રામ દા
અર્થ :- છઠું “સકલી કરણ વલય” પૃથ્વી મંડલ, અમ્ મંડલ, અગ્નિ મંડલ, વાયુ મંડલ અને આકાશ મંડલ – આ પાંચ મંડલસ્વરૂપ છે,
વિવેચન આ “સકલીકરણ વલયમાં પિંડસ્થ-ધ્યાનનું સૂચન છે. યોગશાસ્ત્ર'ના સાતમા પ્રકાશમાં બતાવેલી પિંડસ્થ-ધ્યાનની પાંચે ધારણાઓનું સૂચન પણ આ વલયથી થાય છે. તેમજ ધ્યાનાદિ અનુષ્ઠાન પૂર્વે કરવામાં આવતી “સકલીકરણની પ્રક્રિયામાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ – આ પાંચ ભૂતોના દ્યોતક જુદા જુદા બીજાક્ષરાને શરીરનાં વિવિધ અંગે પર ન્યાસ કરવામાં આવે છે.
પૃથવી આદિ પાંચ તત્તવોની વિષમતાને નિવારી તેમાં સમાનતા–સુસંવાદિતા લાવવા માટે ક્ષિ-q-–સ્વા-રા” વગેરે અક્ષરનું ઉચ્ચારણ કરવાપૂર્વક આરોહ-અવરોહના ક્રમે જાનુ આદિ સ્થામાં સ્પર્શ કરવામાં આવે છે, તેને “કલીકરણ” કહે છે.
રિમંત્ર, વર્ધમાનવિદ્યા અને સિદ્ધચયંત્રની ઉપાસનામાં પૂર્વસેવારૂપે “કલીકરણની પ્રક્રિયા કરવામાં આવે છે.
તથા “મના ટ્યુત ઉચ્ચારણથી પણ પાંચે તરોનું ઊર્ધ્વીકરણ થાય છે. મકરંમ તેમાં “?' અગ્નિબીજ છે. તેમાં પૃથ્વી તત્વ અને જળ તત્ત્વ સમાયેલાં છે. “ટું આકાશબીજ છે, તેમાં વાયુ તવ રહેલ છે.
આ “ગઈ આદિ બે જાક્ષરોના ન્યાસથી-ધ્યાનથી માર્મિક રીતે હું “મટું નહિ પણ “મ છું અર્થાત “હું પાંચ ભૂતમય દેહ નહિ, પણ સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા છું' એવો બોધ થાય છે અથવા “આત્મા સત્ય છે અને બાકી બધું મિથ્યા છે–એવો બોધ “કલીકરણના ન્યાસમાં રહેલા બીજાક્ષરે દ્વારા થાય છે.
પૃથ્વી મંડલ આદિ પાંચે ભૂતોના વર્ણ, પંચપરમેષ્ઠીના પ્રતીકરૂપ હોવાથી તેના ચિંતન વડે પંચપરમેષ્ઠીઓનું ચિંતન પણ સહજ રીતે થાય છે. કહ્યું પણ છે કે –
જળ તત્વ અરિહંતનું, અગ્નિ તત્વ સિદ્ધનું, પૃથ્વી તત્વ આચાર્યનું, વાયુ તત્વ ઉપાધ્યાયનું અને આકાશ તત્ત્વ એ સાધુનું પ્રતીક હોવાથી આ પાંચે તોના વર્ગોને અનુરૂપ પંચપરમેષ્ઠીઓનું ધ્યાન કરવાનું હોય છે. ૩૫
३५. अर्हन्नमः सिद्धस्तेजः सूरिः क्षितिः परे वायुः । साधुव्योमेत्यन्तर्मण्डलतत्त्वानुजं सम् ध्यानम् ॥
–મંત્રાજ્ઞ--હ્ય; છો. ૩૬ ૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org