________________
ध्यान विचार - सविवेचन
[ k
સિદ્ધ પરમાત્માનું અનન્ય શરણ સ્વીકારી સાધક તેમના સ્વરૂપમાં એવી અપૂર્વ લીનતા પ્રાપ્ત કરે છે કે જેથી ધ્યાન અને ધ્યાતા ભાવના વિલય થાય છે અને સાધક ધ્યેય સાથે એકતાને પામે છે. અર્થાત્ યારે આત્મા, ભેદના છેદ કરી, અભેદ્યપણે પરમાત્મ-ધ્યાનમાં લીન બને છે, તેને જ સમરસીભાવ અથવા એકીકરણ કહેવાય છે અર્થાત્ તે જ લયધ્યાન' છે.
લક્ષ્યના સબધથી અલક્ષ્યનું, સ્થૂલથી સૂક્ષ્મનુ અને આલખનથી નિરાલંબનનુ ચિંતન કરનારા તત્ત્વજ્ઞાની ચેાગી પુરુષા શીઘ્ર આત્મતત્ત્વના સાક્ષાત્કાર પામે છે યાને આત્મ-સ્વભાવમાં જ પેાતાને લીન થયેલેા જુએ છે. આ જ પરમ લય ધ્યાન’ છે. ‘લય'માં સ’ભેદ-પ્રણિધાન અને પરમ લય'માં અભેદ્ય-પ્રણિધાનના અંતર્ભાવ થયેલા છે.
અહી' શરણુ એ પ્રણિધાન સ્વરૂપ છે અને પ્રણિધાન એ વજ્રલેપ સદેશ છે. જેમ વજ્રલેપના સચેાગથી મકાન, મૂર્તિ વગેરે પદાર્થાની સ્થિતિ લાખા, કરેાડા વર્ષ જેટલી દીઘ અને ટકાઉ બની જાય છે,૨૮ તેવી રીતે અરિહતાનિા અનન્ય શરણરૂપ ચિત્ત‘પ્રણિધાન’એટલે ધ્યેય પ્રત્યેની એકાગ્રતા, અટલ શ્રદ્ધા, અત્યંત પ્રેમ અને વિશ્વાસ-યુક્ત
*
શરણ્આશ્રય.
૨૮. મદિર, મકાન આદિ અધિક મજબૂત કરવાને માટે પ્રાચીન જમાનામાં ભીંત આદિની ઉપર જે લેપ કરવામાં આવતા હતા, તે 'બૃહત્સંહિતા'માં વજ્રલેપના નામથી નીચે પ્રમાણે પ્રસિદ્ધ છેઃआमंतिन्दुकमामं कपित्थकं पुष्यमपि च शाल्मल्याः । बीजानि शल्लकीनां धन्वनवत्को वचा चेति ॥ १ ॥ एतैः सलिलद्रोणः क्वाथयितव्योऽष्टभागशेषश्च । अवतार्योsस्य च कल्को द्रव्यैरेतैः समनुयोज्यः ॥ २ ॥ શ્રીવાલ-રસ-ગુજી-મજ઼ાત-યુ. ૩-સર્નલ્સે । अतसी - बिल्वैश्च युतः कल्कोऽयं वज्रलेपाख्यः || ३ || પ્રાસાદ્-દર્ચ-૧૪મી-હિ-પ્રતિમાણુ ક્યવેપુ । सन्तप्तो दातव्यो वर्षसहस्रायुतस्थायी ॥ ४ ॥
અ:- કાચાં ટીમરું, કાચાં કાઠાં, શીમળાનાં ફૂલ, સારફળ (સાલેડા, ધૂપેડા)નાં ખીજ, ધામણુ વૃક્ષની છાલ અને ધાડાવજ–એ ઔષધા ખરાખર સરખા વજન પ્રમાણે લઈ પછી તેને એક દ્રોણુ અર્થાત્ ૨૫૬ તલ=૧૦૨૪ તાલા પાણીમાં નાખીને ઉકાળે કરવો. જ્યારે પાણીના આઠમા ભાગ રહે ત્યારે નીચે ઉતારી, તેમાં સક્ષાને ગુ ંદર(ખેરજો), હીરાખાળ, ગુગળ, ભીલામા, દેવદારને ગુંદ (કુંદુર), રાળ, અળસી અને બીલીફળ-એ ઔષધેનુ ચૂર્ણ નાખવું, જેથી વશ્ર્લેપ તૈયાર થાય છે. (૧–૨–૩)
ઉપર કહેલ વજ્રલેપ દેવમંદિર, મકાન, ઝરૂખા, શિવલિંગ, પ્રતિમા(મૂર્તિ), ભીંત અને કૂવટ વગેરે ઠેકાણે ધણા ગરમ ગરમ લગાવે તે તે મકાન આદિની સ્થિતિ કરોડ વર્ષની થાય છે. (૪) –વાસ્તુસાર, પરિશિષ્ટ-A, પૃ. ૧૪૭,
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org