________________
૮૦ ]
ध्यानविचार-सविवेचन જેમના કેવળ જ્ઞાનના અનંતમા ભાગ માત્રમાં પણ અનંત દ્રવ્ય-પર્યાયથી પરિપૂર્ણ એ સમગ્ર લેક અને અલેક અવસ્થિત છે, પ્રતિબિંબિત છે, તે પરમાત્મા જ ત્રણે લેકના ગુરુ છે. ૨૭
સુર, અસુરે તેમજ માનવીઓના અધિપતિથી પૂજિત છે, સમસ્ત જગતનું હિત કરનાર છે અને સર્વદોષથી સંપૂર્ણ પણે મુક્ત છે—તે દેવાધિદેવ પરમાત્મા તરીકે પ્રસિદ્ધ છે.
તે દેવાધિદેવ પરમાત્મા નિરાકાર (આકાર રહિત), નિરાભાસ (મુખથી જેનું વર્ણન ન થઈ શકે એવા), નિષ્પપંચ(કપટ રહિત), નિરંજન(કર્મરૂપી અંજનથી રહિત), સદા આનંદમય, સિદ્ધ, બુદ્ધ અને નિરામય (કર્મરૂપ વિકારથી રહિત) છે.
તે પરમાત્મા અનંત, કેવળ, નિત્ય, મરૂપ (આકાશની જેમ જ્ઞાનથી વિભુ, સનાતન (અનાદિ અનંત, પરબ્રહ્મસ્વરૂપ), વિશ્વાત્મા સ્વરૂપ, વિશ્વવ્યાપી અને પુરાતન છે.
સર્વ કર્મ અને કલાથી અતીત, કલાવાન છતાં કલાવિહીન, પરમ આત્મા, પરમ તિ, પરમ બ્રહ્મ અને પરથી પણ પર છે. જેઓ શાંત, સર્વજ્ઞ અને સુખદાયી છે, જગતના નાથ છે. ક્રિયાતીત અને ગુણાતીત (સત્વ, રજસ અને તમસૂઆ ત્રણ ગુણાથી પૂર્ણ મુક્ત) છે અને જગતનાં સર્વ તેમાં વિલક્ષણ તેજવાળા છે, લેકના ગુરુ છે.
આ રીતે પરમાત્માના ગુણની સ્તવના કરવાથી પ્રસન્નતાને પ્રાપ્ત થયેલા સાધકનું ચિત્ત, પરમાત્મ-સ્વરૂપના ચિંતનમાં સ્થિર બને છે. પરમાત્મ-સ્વરૂપમાં સ્થિર બનેલું ચિત્ત તન્મયતા પ્રાપ્ત કરે છે.
- તીર્થંકર પરમાત્માની શાન્તરસ પૂર્ણ પ્રતિમાનું ધ્યાન નિર્નિમેષ-દષ્ટિએ કરનાર સાધક રૂપસ્થ-ધ્યાનના અભ્યાસના બળે તેમના ધ્યાનમાં તન્મય બનેલા પિતાના આત્માને પણ સર્વજ્ઞરૂપે જુએ છે, ત્યાર પછી અમૂ, ચિદાનંદ–સ્વરૂપ, નિરંજન સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરે છે. એમ નિરંતર ધ્યાનાભ્યાસ કરતો યેગી સિદ્ધ સ્વરૂપના આલંબનથી ગ્રાહ્યગ્રાહકભાવથી રહિત બનીને આત્મ-સ્વરૂપમાં તન્મય બને છે. २६. यत्स्वरूपापरिज्ञानात्-नात्मतत्त्वेस्थितिर्भवेत् । यज्ज्ञात्वा मुनिभिः साक्षात् प्राप्तं तस्यैव वैभवम् ॥
--જ્ઞાનાર્થવ; અ૦-૩૨, ઋો ૦-૩ ૨. ૨૭. અલવરના વત્તતં ફાદવનંતમૂ |
अजं जन्मभ्रमातीतं निर्विकल्पं विचिन्तयेत् ॥ यद् बोधानंतभागेऽपि द्रव्य-पर्यायसंभृतम् । लोकालोकं स्थितिं धत्ते स स्याल्लोकत्रयीगुरुः ।।
–જ્ઞાનાવ; મ–૨૨, ૦ ૨૩-૨૪, યોપ્રવી; ક્યૂ. ૨૬, ૨૭, ૨૮, ૨, ૩૪, ૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org