________________
ध्या वचार-सांववेचन
1 કપ તે નાદને ધ્યાતાને આત્મા જ સાંભળે છે. તે નાદના સહજ પ્રભાવે પ્રાણુશક્તિ ઈગલા, પિંગલાના માર્ગને ત્યજીને સુષુમ્સમાં પ્રવેશ પામે છે. ત્યારે ધ્યાતા સ્વામરાજના દર્શન કાજે ધ્યેય-સ્વરૂપને પામવા માટે તલપાપડ બને છે. તેને લઈને તેની પ્રાણશક્તિ વકનાલ (વાંસાના કરોડને ભાગ) અને ષકોનું ભેદન કરીને દેશમાં દ્વાર – બ્રહ્મરંધ્રમાં પહોંચી જાય છે. ત્યાં અનુભવ-તિ પ્રકાશિત થાય છે. આત્મ-મંદિરના દરવાજા ઊઘડી જાય છે. અર્થાત્ વાદળ ખસતાં સૂર્યને ઉઘાડ થાય છે. તેમ તેવા પ્રકારનાં કર્મનાં આવરણે દૂર થઈ જતાં સ્વામ-રવિનાં દર્શન થાય છે, જેમાં આત્મા, આત્માને આત્મારૂપે અનુભવતા હોય છે. આ જ સ્વાત્માનુભૂતિ છે. પછી જેને જન્મ-મરણ નથી તે આત્માનું જ સમ્રાજ્ય બધે સ્થપાય છે એટલે જન્મ-મરણના ભય નામશેષ થઈ જાય છે. “અબ હમ અમર ભયે” – એ સત્ય જીવાય છે. કુટિલ એવી કુમતિને ઠગીને થાતા ચિંતામણિ તુલ્ય સ્વાત્મ-દર્શનને પામે છે અને જોમ-વિહારી પંખીની જેમ આત્માના ચરાચર વ્યાપક સ્વરૂપને અસ્થિમજજાવત્ ચિદાનંદમય સ્વરૂપમાં જ સ્થિરત્વ પામે છે.
કુંડલિનીનું સ્વરૂપ જૈન-2માં કુંડલિની-શક્તિનો નિર્દેશ ઘણે ઠેકાણે જોવા મળે છે. તેમના કેટલાક નિદેશો અહીં નોંધવામાં આવે છે, તે આ પ્રમાણે છે –
(૧) જે યોગીશ્વરોએ દયાનના અભ્યાસની પરાકાષ્ઠાથી પવન સહિત ચિત્તનો નિરોધ કરીને અને એ રીતે માનસિક વિક્ષેપને દૂર કરીને, સહજ રીતે નિરુપમ એવા આનંદથી ભરપૂર રસવાળા સ્વાનુભવરૂપ પ્રબંધને પ્રાપ્ત કરેલ છે, તેઓ વડે સ્વાધીન પવનથી બ્રહ્મરન્દ્રને પૂરીને, જેમાં જેના સ્વરૂપનું ધ્યાન કુંડલિનીમાં કરાય છે, તે અચિજ્ય મહિમાવાળા સર્વજ્ઞ પરમ પુરુષ પરમાત્મા જય પામે છે.
આ રીતે કુંડલિનીને સ્પષ્ટ ઉલેખ “સર્વજ્ઞાષ્ટકમાં પૂ. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજે સર્વાસ પરમાત્માની સ્તુતિમાં કરેલ છે.
(૨) શ્રી સિદ્ધસેનસૂરીકૃત “સિદ્ધમાતૃકાભિધ ધર્મ પ્રકરણમાં કુંડલિની અંગે આ રીતે નિર્દેશ છે –
લેકને નવ તત્વ (જ્ઞાનરૂપે) આપે છે, નવ પ્રકારના જીવની અસ્તિતા – સત્તાને સમજાવે છે, નવ પ્રકારનાં પાપકારણેના સમૂહને નાશ કરે છે, તેથી આ કુંડલિની– શક્તિને ગુણવાન પુરુ “ભલિ' કહે છે.
સવ બીજાંકુર અને વિદ્યતની આકૃતિથી જાણે પાતાલલોક મર્યલેક અને સ્વર્ગ લોકને ધારણ કરતી હોય તેવી આ પરા શક્તિ કુંડલિની જણાય છે, તે “ભલિ” –આ. નામથી બાળકે વડે બારાખડીની પહેલાં વારંવાર લખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org