________________
ક8 ]
ध्यानविचार-सविवेचन અર્થ –કલાના બે પ્રકાર છેઃ (૧) દ્રવ્યકલા અને (૨) ભાવકલા. મલ્લ વગેરે લોકે નાડી દબાવીને ઊતરી ગયેલા અંગને ચડાવે છે તે દ્રવ્યકલા છે પરંતુ અત્યંત અભ્યાસના કારણે દેશ, કાલ તથા કરણ આદિની અપેક્ષા વિના પિતાની મેળે જ ચડે અને બીજા વડે ઉતારાય તે ભાવકલા છે.
જેમ આચાર્ય પુષ્પભૂતિની કલાને (સમાધિને) મુનિ પુષ્યમિત્રે જાગૃત કરી હતી, ઉતારી હતી. આ કથા-પ્રસંગ માટે જુઓ : પરિશિષ્ટ (૨).
વિવેચન -દ્રવ્ય-કલાની વાત એટલા માટે રજૂ કરવામાં આવી છે કે ધ્યાન માર્ગના અભ્યાસને ભાવ-કલાનું સ્વરૂપ સમજવામાં સુગમતા રહે. પહેલવાન તેમજ કુશળ હાડવૈદ્ય આદિ બાહ્ય પ્રયત્નથી માનવ આદિનાં ઊતરી ગયેલાં
ફરી તેના યોગ્ય સ્થાને યથાવત ગોઠવી દે છે તે કલાને દ્રવ્ય-કલા કહેવાય છે. આ કલા આમિક-ઉત્થાનની દિશામાં હેતુભૂત બનતી નથી.
ભાવકલા તેને કહેવાય છે કે જેમાં કુંડલિનીનું ઉદર્વગમન થવાથી અન્ય કોઈની પણ સહાય વિના “સમાધિ પ્રાપ્ત થાય છે.
ધ્યાન યોગના સતત અભ્યાસથી કુંડલિની–પ્રાણશક્તિ ઊર્વગામી બને છે તેમાં કોઈ દેશ, કાળ, કારણ કે આસન વગેરે સાધનોની ખાસ અપેક્ષા રહેતી નથી. ધ્યાનમાં તથા-પ્રકારની પ્રબળતા આવતાં તે સહજ રીતે સ્કુરિત થાય છે અને તે સમયે અપૂર્વ “સમાધિને અનુભવ થાતાને થાય છે.
આ સમાધિ-અવસ્થામાં લાંબા કાળ સુધી મને રહી શકાય છે પણ જ્યારે તેમાંથી પુનઃ પાછા ફરવાનું હોય છે ત્યારે વ્યોમમાં ઊડતા વાયુયાનને નીચે ઊતરવા માટે મજબૂત હવાઈપટ્ટીની આવશ્યકતા પડે છે તેમ દઢ સાધના બળવાળા ઉત્તર-સાધકની આવશ્યકતા રહે છે.
આ હકીકતના પુરાવારૂપે આવશ્યક–સૂત્રની બહત્તિમાં પૂ. શ્રી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજનો જે પ્રસંગ ટાંક છે તે ઘણું મહત્ત્વ છે. તેઓશ્રીએ જણાવ્યું છે કે -આચાર્ય પુષ્પભૂતિ મહારાજની ઊર્વગામી બનેલી કલા-કુંડલિનીનું પુનઃ અવતરણ મુનિ પુષ્યમિત્રે તેમને અંગૂઠાના સ્પર્શ દ્વારા કર્યું હતું.
કુંડલિની શક્તિનું ઉત્થાન થવાથી સાધકને જે અલૌકિક અનુભવ-પ્રકાશની પ્રાપ્તિ થાય છે, તેનું સ્વરૂપ વર્ણન પૂ. શ્રી ચિદાનંદજી મહારાજે સ્વરચિત એક આધ્યાત્મિક પદમાં કર્યું છે, તે આ છે –
સોહં હં હં સોહે સોહં હં રટના લગીરી..... ઇંગલા પિંગલા સુષુમને સાધકે, અરુણપતિથી પ્રેમ પગીરી. વંકનાલ ફ ભેદો, દશમ-દ્વાર શુભ જોતિ જગીરી... ખુલત કપાટ ઘાટ નિજ પા, જનમ જરા ભય ભીતિ ભગીરી.. કાચ શકલ તજ ચિંતામણિ લઈ, કુમતિ કુટિલકે સહજ ઠગીરી... વ્યાપક સકલ સ્વરૂપ લખ્યો ઇમ, જિમ ન ભમે મગ લહત ખગીરી... .. ચિદાનંદ આનંદ મુરતિ નિરખ પ્રેમભર બુદ્ધિ સારી.....
ભાવાર્થ –“અહં' આદિ મંત્ર-પદોના દીર્ઘકાલીન ધ્યાનાભ્યાસથી જ્યારે ધ્યાતાના આત્મામાં અક્ષરના સ્થાને અક્ષર દનિરૂપ ધ્યાનની ધારા વહે છે ત્યારે “સેડહ, સેહને નાદ અક્ષરાત્મક મટી ઇવન્યાત્મક બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org