________________
૨૬
તત્ત્વાનુશાસન
શ્વાસોચ્છ્વાસવાળો, ખત્રીશ દોષથી રહિત, કાયોત્સર્ગમાં રહેલો, નિદ્રારહિત, નિર્ભય અને આળસ વિનાનો ધ્યાતા ઇન્દ્રિયોરૂપી લુંટારાઓને પ્રયત્નપૂર્વક તેમના વિષયોમાંથી પ્રત્યાહરીને-ખેંચીને અને સ્મૃતિને સર્વમાંથી ખેંચીને ધ્યેય વસ્તુમાં સ્થિર કરે અને પછી આત્મવિશુદ્ધિ માટે સ્વરૂપ અથવા પરરૂપનું નિરંતર ધ્યાન કરે. ॥ ૧-૬ ॥ ૯૦-૯૫ ॥
સ્વરુપાલંમત અને પરાલંમન ધ્યાન
निश्चयाद् व्यवहाराच्च ध्यानं द्विविधमागमे । स्वरूपालम्बनं पूर्व परालम्बनमुत्तरम् ॥ ७ ॥ ९६ ॥
આગમમાં નિશ્ચયનયથી અને વ્યવહારનયથી એમ બે પ્રકારનું ધ્યાન કહેલું છે. તેમાં સ્વરૂપનું ધ્યાન કરવું તે પહેલું (નિશ્ચયથી) અને પરરૂપનું ધ્યાન કરવું તે ખીજું (વ્યવહારથી) સમજવું. ॥ 9 ॥ ૯૬ ॥
अभिन्नमाद्यमन्यत्तु भिन्नं तत्तावदुच्यते ।
भिन्ने हि विहिताऽभ्यासोऽभिन्नं ध्यायत्यनाकुलः ॥ ८ ॥ ९७ ॥ તેમાં પહેલું (સ્વરૂપનું) ધ્યાન આત્માથી અભિન્ન અને બીજું (પરરૂપનું) ધ્યાન ભિન્ન કહેવાય છે. પ્રથમ ભિન્ન ધ્યાનમાં દઢ અભ્યાસી બનેલો પછી નિરાકુળપણે (સુગમતાથી) અભિન્ન ધ્યાનને કરી શકે છે. | ૮ | ૯૭
आज्ञापायो विपाकं च संस्थानं भुवनस्य च । यथागममविक्षिप्तचेतसा चिन्तयेन्मुनिः ॥ ९ ॥ ९८ ॥
૧. અભેદ પ્રણિધાન. ૨. ભેદ પ્રણિધાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org