________________
એ ખોલ
શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી ‘તત્ત્વાનુશાસન’ ગ્રંથનું મઁટર મારા ઉપર મોકલવામાં આવ્યું હતું. તેમાંથી કેટલોક વિભાગ ‘નમસ્કારસ્વાધ્યાય (સંસ્કૃત વિભાગ) ’ માટે લેવાનો હતો. ‘ તત્ત્વાનુશાસન ’ ગ્રંથનું પ્રથમ વાર જ્યારે અવલોકન કર્યું, ત્યારે તે ગ્રંથનો મન ઉપર સુંદર પ્રભાવ પડ્યો. તે વખતે એવું લાગ્યું કે ધ્યાનમાર્ગ માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી હોવાથી તે પ્રત્યેક મુમુક્ષુના અધ્યયનનો વિષય ખનવો જોઈ એ. આ વિચારે સમગ્ર ગ્રંથના ગુજરાતી અનુવાદ માટે પ્રેરણા આપી.
અધ્યાત્મગ્રંથસંગ્રહ’ નામના સંગ્રહાત્મક ગ્રંથમાં આ ગ્રંથ પૂર્વે હિંદી અનુવાદસહિત શ્રી લક્ષ્મીચંદ વણી, મંદસૌર, માલવા તરફથી પ્રકાશિત થયેલ છે. તેના સંપાદક ઇન્દોરના દર્શનશાસ્ત્રી શ્રી. ધન્યકુમાર જૈન, એમ.એ., છે. એ ગ્રંથ આજે ઉપલબ્ધ નથી, તેની એક નકલ શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળના પ્રમુખ સુશ્રાવક શ્રી. અમૃતલાલ કાલિદાસ દોશીને મળી આવેલી,તેના ઉપરથી તેમણે એક નકલ લખાવી લીધેલી. એ નકલ અનુવાદ કરતી વખતે મને ઉપયોગી નીવડી છે. મૂલ ગ્રંથોમાં અધ્યાયોનો ક્રમ નથી, તે અમે કર્યો છે.
(
‘તત્ત્વાનુશાસન’ના કર્તા જૈન દિગંબર સંપ્રદાયના મુનિ (આચાર્ય) શ્રી. નાગસેન છે. તેમના શ્રી. વીરચંદ્ર, શ્રી. શુભદેવ અને શ્રી. મહેંદ્રદેવ વિદ્યાગુરુઓ હતા અને શ્રી. વિજયદેવ દીક્ષાગુરુ હતા, એમ પ્રશસ્તિ કહે છે. તિહાસના ગ્રંથોમાં ગ્રંથકર્તા વિશે ખાસ ઉલ્લેખ મળ્યો નથી.
ગ્રંથની રચના ગ્રંથકર્તાની અગાધ વિદ્વત્તાને સ્વયં કહી આપે છે. આ ગ્રંથનો વિશિષ્ટ ક્રમ વાચકના મનને પ્રભાવિત કરે છે. રચના સુંદર ભાષામાં અને તર્કપ્રધાન શૈલીમાં છે. સમગ્ર ગ્રંથનો મુખ્ય વિષય ધ્યાન છે. ગ્રંથમાં બંધ, બહેતુ, મોક્ષ અને મોક્ષહેતુએ ચાર સારભૂત તત્ત્વોનું સુંદર વર્ણન છે. ગ્રંથકર્તાએ ધ્યાનનું સ્વરૂપ, પરાશ્રય ધ્યાન, સ્વાશ્રય ધ્યાન, ધ્યાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org