________________
[૨૩ } –તેમાં ગૂર્જરદેશને અણહિલપુર(પાટણ નગરના ભીમ રાજાના વર્ણન પછી ચંદ્રગમાં–મુક્તાફલ-સમાન થારા પગનું વર્ણન કરી, તેમાં થયેલ વિજયસિંહરિને ત્યાં સંપક(સંપકર)–ચય પાસેના ઉપાશ્રયમાં ભવ્યોને ઉપદેશ આપતા જણાવ્યા છે.
પછી પરિચય આપે છે કે–પત્તન(પાટણ)ની પશ્ચિમમાં રહેલ ઉન્નતાયુ(ઉનાઉ) ગામમાં રહેલા શ્રીમાલવંશના ધનદેવીને અહંદુદેવગુરુના ભક્ત જણાવી, તેની પત્ની ધનશ્રીના પુત્ર ભીમને બહુ બુદ્ધિશાલી જણાવેલ છે. ગુએ તેને સર્વ લક્ષણસંપૂર્ણ જાગી, વિહાર કરતાં ત્યાં જઈ ત્યાં રહેલા ચૈત્યમાં શ્રી ઋષભદેવને પ્રણામ કરી ધનદેવ શેઠ પાસે ભીમ પુત્રની યાચના કરી હતી. પોતાને ધન્ય માનતા શેઠે પણ આ લેક અને પરલોકના સુખ માટે પોતાને એ પુત્ર સમર્પણ કર્યો હતો. ભીમનું દિક્ષા-નામ “શાન્તિ રાખવામાં આવ્યું હતું. એ શિષ્યને સકલ કલા-કુશલ અને સમસ્ત શાસ્ત્ર- પારગામી થયેલ જોતાં ગુરુજી તેમને પોતાના પટ્ટ પર સ્થાપી, પિતાના ગછનો ભાર તેમના ઉપર સ્થાપી સ્વર્ગસ્થ થયા હતા. અણહિલપુરમાં ભીમ ભૂપાલની સભામાં શાન્તિસૂરિ “કવીન્દ્ર” અને “વાદિ-ચક્રવર્તી ' તરીકે પ્રખ્યાત થયા હતા
"अणहिल्लपुरे श्रीमद्-भीमभूपाल-संसदि । રાતર: વીજોમૂત્, વાર-વક્રીતિ વિકૃત: ”
એ જ સમયમાં માળવાના પ્રખ્યાત સિદ્ધસારસ્વત કવિ ધનપાલ મહેન્દ્રસૂરિની વાણીથી પ્રતિબધ પામી જૈનધર્મમાં દઢ શ્રદ્ધાળુ થયેલ હતા, તેમણે તિલકમંજરી કથાની રચના કરી, ગુરુજીને પૂછતાં, તેના સંશોધક તરીકે આ શાન્તિસૂરિનું નામ સૂચવ્યું હતું, એથી ધનપાલ કવિ પાટણ આવ્યા હતા. શ્રીશાનિતસૂરિની વિદ્વત્તા-પ્રભાવતાથી પ્રસન્ન થઈ તેમને મળવા પધારવા વિજ્ઞપ્તિ કરી હતી. શ્રીસંઘની અનુમતિથી પરિવાર સાથે માળવામાં વિહાર કરતાં ભારતીએ તેમના પર પ્રસન્ન થઈ “વાદિ-વિજય’ કરે તેવું વર–દાન આપ્યું હતું. ધારાનગરીમાં મહારાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org