SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ “લેગ – સૂત્ર ઉપાસના જ સાધન છે. ઉપાદનમાં વિશેષનું આધાન પુષ્ટ–નિમિત્તથી જ થાય છે, સ્વયમેવ થતું નથી-એ શાસ્ત્રીય સિદ્ધાંત છે. આ વિષયમાં વિશેષ તમારો પત્ર મળ્યા બાદ જણાવી શકાશે. ભ. (૨૭) તા. – કીર્તન, વંદન, પૂજન-એ ત્રણ વિધાનને અંગે ભક્તિમાર્ગમાં જે નવધાભક્તિનું વર્ણન છે, તેની સાથે સમન્વય થઈ શકે છે. નવધાભક્તિમાં પ્રથમની ત્રણ-શ્રવણ, કીર્તન, સ્મરણ છે-તે કીર્તન રૂપ, બીજી ત્રણ–વંદન, અર્ચન અને પાદસેવન છે-તે “વંદનરૂપ અને છેલ્લી ત્રણ- દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન છે- તે “મહનરૂપ અર્થાત્ “ભાવસ્તવીરૂપ લઈ શકાય અર્થાત્ કતનાદિ ત્રણમાં ભક્તિમાર્ગનું સર્વસ્વ આવી જાય છે-એમ કહી શકાય. લેગસ્સ— સૂત્ર એ નામની મુખ્ય તાવડે ગુણ-સ્તુતિરૂપ હાઈ ભક્તિપ્રધાન–સ્તવ છે, તેથી તેમાં ભક્તિમાર્ગમાં આવતી સર્વવસ્તુઓને . સંગ્રહ થવે જોઈએ-તે થયેલે છે. જિનરૂપી સ્તુતિવડે સમ્યગદર્શનની શુદ્ધિ, “વંદનરૂપી વિનયવડે સમ્યગજ્ઞાનગુણની શુદ્ધિ અને “મહનરૂપી ભાવપૂજનવડે સમ્યારિત્રગુણની શુદ્ધિ કેમકે નિશ્ચય-ચારિત્ર સ્વરૂપાચરણરૂપ ભાવાત્મક છે અને તે ત્રણની શુદ્ધિવડે ક્ષાયિક-સમ્યક્ત્વ, ક્ષાયિક-જ્ઞાન અને યથાખ્યાતચારિત્રની પ્રાપ્તિ. (૨૮) તા. – લેગસ'– સૂત્રની પહેલી ગાથામાં અરિહંત ભગવંતનાં ચાર વિશેષણ આપ્યાં છે – (૧) રોદરા કોરા (વચનાતિશય), (૨) ધતિરથ (પૂજાતિશય), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy