________________
અધ્યાત્મપત્રસાર
(૨)
નાકેડા તીથ.
તા. ૨૭–૪-૬૮ દેવગુરુભતિકારક સુશ્રાવક અમૃતલાલભાઈ જેગ ધર્મલાભ.
પ્રથમપદની ધ્યાન–પ્રક્રિયા અંગે તમારું લખાણ બરાબર જોઈ લીધું છે અને એ રીતે અથભાવનાપૂર્વક આરાધના ચાલુ થાય તે સારું છે. નવકારના પ્રથમ પદમાં ઘણું રહસ્ય ભરેલું છે – એમ જેમ જેમ વિચાર કરવામાં આવે છે તેમ તેમ વધારે સ્પષ્ટ થતું જાય છે. પૂર્વાચાર્યોએ તે પદને સંઘની અંદર વ્યાપ્ત કરી દીધું છે અને તેને જ મુખ્ય બનાવીને બધી આરાધનાનું ચક ગઠવ્યું છે, તેથી તેની સાથે આપણું આત્માને તમય કરવા માટે સ્વાભાવિક પ્રેત્સાહન મળે છે. એ જ આરાધનામાં ઉજમાળ રહેશે.
ભદ્રંકરવિજયના ધર્મલાભ.
(૩).
શિવગેજ.
કા. સુ. ૧૧ “રનો જિદંતાળ” એ નવકારનું પ્રથમપદ છે.
“સઘનશાનજરિત્રાિ મોક્ષમા” એ શ્રીતત્વાર્થનું પ્રથમસૂત્ર છે. બન્નેને સમન્વય નીચે લખ્યા મુજબ થઈ શકે છે – સઘળું = નમે,
રન = સાધુપદ, જ્ઞાન = ઉપાધ્યાયપદ, રાત્રિ = આચાર્યપદ, મોક્ષ = સિદ્ધપદ,
મા = અરિહંતપદ. એ રીતે એકેક ગુણની મુખ્યતા રાખીને પાંચે પદને નમસ્કાર થાઓ, એવી અર્થભાવના તત્ત્વાર્થના પ્રથમસૂત્રમાંથી તારવી શકાય છે. નવકાર ચૌદપૂર્વને સાર છે, તેમ તત્ત્વાથનું પ્રથમસૂત્ર પણ પજ્ઞભાષ્યના આધારે સકલપ્રવચનસંગ્રહ અને તેને સાર ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org