________________
(૭) દેવ – ગુરુ – કૃપાની પરમ આવશ્યકતા ભ.
(૧૬૪)
સાદડી.
ભાદરવા સુદ-૬ તા. ૪-૯-૭૭ નો પત્ર આજ રોજ મળે. તેમાં ધ્યાનમાળાની ૧લી ઢાળની ૮-૯ કડીના વિવેચનમાં જે લખાણ ઉમેર્યાનું જણાવ્યું તેમાં કાંઈ વાંધાજનક લાગતું નથી.
પ્રત્યેક સાધનામાં દેવ – ગુરુ – કૃપા, દેવ–ગુરુ – અનુગ્રહ પરમ આવશ્યક છે. શ્રી હરિભદ્રસૂરિ કૃત એગશતક'ની ગાથા-રપ માં ધ્યાન– વિધિના પ્રારંભમાં “દેવ – ગુરુ – પ્રણામ” આવશ્યક માન્ય છે. તેથી શુભભાવરૂપી “અનુગ્રહ પ્રાપ્ત થાય છે – એમ સ્પષ્ટ જણાવ્યું છે.
શ્રી મહાનિશીથ-સૂત્રમાં દેવ-ગુરુ-પ્રમાણનું માહાસ્ય વર્ણવ્યું છે, તે સિવાય કૃતસાગરના પારને પામ અશક્ય વર્ણવ્યા છે.
શ્રી નમસ્કાર-નિર્યુક્તિમાં કહ્યા પ્રમાણે –નમસ્કારનું સ્વામિત્વ નમસ્કાર્યનું છે–એવી બુદ્ધિ પ્રાપ્ત થયા વિના નમસ્કારને પ્રારંભ જ થતું નથી અને નમસ્કાર વિના સામાયિકાદિ કઈ પણ ધર્માનુષ્ઠાન, ધર્માનુષ્ઠાન બનતું જ નથી; તે કારણે સાધુ અને શ્રાવકની “સામાચારી'માં “દેવગુરુ – પસાય”, “દેવ-ગુરુ- કૃપા, દેવ-ગુરુ – પ્રભાવ” વગેરે વચનને ઉચ્ચાર વિહિત કરે છે. તે પ્રમાણે બેલવામાં ન આવે તે સામાચારીભંગ” ગણાય છે ઇત્યાદિ અનેક રીતે દેવ – ગુરુને અનુગ્રહ સર્વશિષ્ટમાન્ય છે.
ગશતક' ગ્રન્થમાં “અનુગ્રહને પ્રસંગ છે – તે ખાસ જેશે. ગબિન્દુમાં દેવતાસ્તવરૂપી મંત્રજાપથી દેવતાને અનુગ્રહ પ્રાપ્ત થાય છે –એ વાત જાપના વિષયમાં સ્પષ્ટ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org