________________
“પ્રાણાયામ અને “અહસા
૧૮૫ બ્રહ્મચર્યનું મૂળ શું? અથવા “બ્રહ્મચર્ય ક્યા સંજોગોમાં ખલે કે ફૂલે, ફલે?
“બ્રહ્મચર્યની ભૂમિકા “પ્રાણું છે. “પ્રાણ” એટલે કે પાંચ સમીર', તેના ઉપર જે કાબુ ધરાવે તે જ “બ્રહ્મચારી” રહી શકે છે, માટે જ પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન ઉપર કાબૂ ધરાવે – એ “અહિંસાનું મૂળ છે.
(૧૬૩)
લુણવા. ભાદરવા વદ-૫
જામનગરથી તા. ૧૯-૮-છર ને તથા મુંબઈથી તા. ૨૫-૯-૭૨ ને એમ તાત્વિક–વિચારણના બન્ને પત્ર મળ્યા છે.
પાંચ સમીર” ઉપર કાબુ ધરાવે તે બ્રહ્મચર્યમાં સહાયક છે અને બ્રહ્મચારી જ પૂર્ણ અહિંસક બની શકે છે તે બરાબર છે. પ્રાણ ઉપરના સંયમને એક કારણ કહી શકાય. તદુપરાંત સ્વાધ્યાય-ધ્યાનાદિ અને તપસંયમાદિ બીજી અનેક સામગ્રી પણ તેમાં સહાયક બની શકે છે.
પ્રાણાયામના બે પ્રકારમાં રેચક, પૂરક અને કુંભકમાં શ્વાસને નિરોધ કરવાનો હોવાથી ચિત્તને કલેશરૂપ બને પણ “પ્રાણને આયામ” એટલે “પ્રાણને વિસ્તાર યા “પ્રાણની વિશુદ્ધિ’ સહાયક બને તેથી તે પ્રકારને પ્રાણાયામ હેય નહિ પણ ઉપાદેય છે – એ વિચાર પણ બરાબર છે. “પ્રાણની વિશુદ્ધિ માટે આહાર-વિહાર ઉપર સંયમ, બ્રહ્મચર્યની નવવામાં આવી જાય છે અને તે નવવાડ ઉપર વારંવાર ભાર આપે જ છે. તેના યથાર્થ પાલન માટે “પ્રાણ-વિશુદ્ધિના જેટલા પ્રકાર હોય તે બધાને તેમાં સમાવેશ થઈ શકે છે.
નાડી પવનના સંયોગનું પરિજ્ઞાન કરવા માટે વરદયને અભ્યાસ સહાયક છે, પણ તે માટે જે “મન સ્વૈર્ય અને અંતર્મુખતા' જોઈએ તે આજકાલ વિરલ હોવાથી તે તરફ ઉપેક્ષા પ્રવર્તે છે. તે ઉપેક્ષા એટલે અશે દૂર કરી શકાય તેટલે અંશે દૂર કરવાની જરૂર છે.
Jairi Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org