SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આયતન અને સ્થાનનું કેષ્ટક ‘જપ– સાધના માટે અમૂલ્ય દિશા-સૂચન જેવું લાગે છે. ગ્રાહ્ય –ગ્રાહક ભાવ અને પ્રમેય–પ્રમાતા આદિની ગહન વિચારણું જે “ચતુષ્પાદ-બ્રહ્મ' (પૃષ્ઠ : ૧૮૧ થી ૧૮૩)ના સંદર્ભમાં પણ જોવા મળે છે તે સ્યાદ્વાદશૈલીએ સ્વીકારવામાં આવેલ સમન્વયાત્મક દૃષ્ટિબિન્દુ દર્શાવે છે. તન્ન-ગ્રન્થ અને ઉપનિષની દૃષ્ટિએ કરવામાં આવતું અર્થઘટન પણ “તેત્રપાઠ’માં નવીન પ્રેરણા ઉત્પન્ન કરે તેવું છે. કાલાપાણી એ વસ્ત્રા-જાની છે – ઈત્યાદિ વિચાર પણ સાધકને ભાવવૃદ્ધિ અર્થે કંઈક પ્રેરણા આપી જાય તેવા છે. ઉવસગ્ગહરં – સ્તોત્રની પાંચમી ગાથામાં આવતાં ચાર સંબધનની સંક્ષિપ્ત છતાં રહસ્યમય ગૂઢ-ચર્ચા, સ્તોત્રમાં આવતાં શબ્દ-યુગલેને મહિમા અને તેના વિશિષ્ટ અર્થો ઉપરાંત અંતમાં આપેલ દેવ, ઋષિ, છંદ, બીજ, શક્તિ અને વિનિયેગનું સ્પષ્ટીકરણ જોતાં “ઉવસગ્ગહર – તેત્ર પ્રત્યે અન્તઃકરણમાં પરમ આદર અને ભક્તિભાવ અનાયાસ ઉપજે છે. | [૪] “સકલાહિત’– સ્તોત્ર (પૃષ્ઠ : ૬૫ થી ૮૭) [અ. ૧૧ + ભ ૭= ૧૮ પ ] આ પ્રકરણમાં “રાર્ટી, “શ્મિ ”, “સમુvસ્મ વગેરે પદો વિશે ભક્તિભાવપષક અનેક ફુરણાઓ નેંધાયેલી છે. નામ – સ્થાપના – દ્રવ્ય – ભાવ નિક્ષેપ વડે સર્વ ક્ષેત્ર અને સર્વ કાળના અરિહંતની સમુપાસના માટેનું આ અદ્ભુત સ્તોત્ર છે – તે સ્પષ્ટ રીતે સમજાવવા માટે અહીં “શ્રી પદ્માનન્દ મહાકાવ્ય'ના મંગલાચરણના લેકે આધાર રૂપે આપેલ છે. પરમેશ્વરની પંચકૃત્યકારિતાનું તંત્ર-ગ્રન્થના આધારે વિવેચન કરી “આહત્ય” જ ગ – શ્રેમ કરનારે મહાધધ છે – એમ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. _“કુપના અર્થનું વિશ્લેષણ કરતાં ઉપાસનાની સાત ભૂમિકાઓ-નામપરા, રૂપાપરા, વિભૂતિપરા, શક્તિપરા, ગુણપરા, ભાવપરા અને સ્વરૂપપરાને ઉલ્લેખ કરી, આ પ્રાચીન સ્તોત્રની રચના કેઈ વિશિષ્ટ પ્રણાલિકાના આધારે હેવાને સંકેત કરેલ છે. 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy