________________
[૬] અજિત – શાન્તિ–સ્તવ*
એક વિચારણા અ. (૭૮)
તા. ૪-૧૧-૬૮ વાંચન મર્યાદિત હોવાથી હાલ તે “અજિત– શાન્તિ– સ્તવ' વાંચી વિચારીને શાન્તિ- સમાધિ-વરની માગણી કરતે હતે.
પ્રસ્તુત સ્તવમાં વિષાદરૂપી ગદને પ્રશાન્ત કરવા અને પ્રમાદને ઉત્પન્ન કરવા મહાત્મા મંદિષેણના કવિ- હૃદયે, દેવ- વધૂઓને ભક્તિવશ અને ભક્તિ – સંનિવિષ્ટ કરીને તેમનું નૃત્ય અને ગાન અમર – ગાથાઓમાં ઉતાર્યું. તેમાં પહેલાં આઠ ગાથામાં જુદી જુદી રીતે પ્રણામ કરીને મહાત્માએ “મા વંતિ- સમાહિ-વાં વિશ્વની માગણી કરી છે. તે મૂળ આલાપક છે. પછી તે ભક્ત – કવિના આવેશની અવધિ આવે છે અને તેનું માધુર્ય સ્તવમાં ઠેકઠેકાણે પ્રાપ્ત થાય છે.
પ્રસ્તુત-સ્તવ સ્નેહ અને આસકિતથી ભરપૂર છે. ભકિતની નેહ – અવસ્થામાં તેના પેટા-વિભાગ દચિનું આખ્યાન ગાથા અને ૧૧ માં મળે છે. તેમાં પુરુષોત્તમ અજિતનાથ તથા શાન્તિનાથનું વિગ્રહસ્વરૂપ ગદ્યપદ્યમય કૃતિથી સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે તથા તેનો પેટાવિભાગ સ્મૃતિગાથા ૧૦ તથા ૧૨ થી કાવ્યમય રીતે તથા સંક્ષેપથી દર્શાવવામાં આવેલ છે.
અન્ય પેટા – વિભાગે જુદી જુદી રીતે આખા સ્તવમાં કાવ્ય-સંગીત અને નૃત્યની મનહર ગૂંથણ વડે સુંદર રીતે આલેખવામાં આવ્યા છે. ભક્તિનું આવું વિવિધ રિંગ-રાગિણુ યુક્ત ચિત્ર ભાગ્યે જ અન્ય સ્થળે પ્રાપ્ત થાય છે. મારા ધારવા પ્રમાણે ક્યાંયે પ્રાપ્ત થતું નથી. * અજિત – શાન્તિ-સ્તવના સંદર્ભમાં જુઓઃ “શ્રી-શ્રાદ્ધ
પ્રતિક્રમણ સૂત્ર, પ્રબોધટીકા', ભાગ-૩; (પૃષ્ઠ : ર૯૬ થી ૫૪૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org