________________
સલાહંત – સ્તોત્ર
– અનાહતસમતા – [ પત્ર ક્રમાંક-૬૫ (પૃષ્ઠ ૭૪) અને પત્ર ક્રમાંક-૬૬ (પૃષ્ઠ ૭૫ ) ]
અનાહતસમતાને ઉલેખ ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ કૃત અધ્યાત્મસારના તૃતીય-પ્રબંધ “સમતાધિકારમાં પ્રાપ્ત થાય છે, જે નીચે પ્રમાણે છે – लब्धे स्वभावे कण्ठस्थ - स्वर्णन्यायाद्रमक्षये । रागद्वेषानुपस्थानात्, समता स्यादनाहता ॥ ७ ॥ जगजीवेषु नो भाति, द्वैविध्यं कर्मनिर्मितम् ।
यदा शुद्धनयस्थित्या, तदा साम्यमनाहतम् ॥८॥
સુવર્ણનું આભૂષણ ગળામાં જ હોવા છતાં જ્યારે તેના “હવાના વિષયમાં (અસ્તિત્વની બાબતમાં) ભ્રમ થઈ જાય છે, ત્યારે જીવ અકળાઈ જાય છે, પણ
જ્યારે “તે આભૂષણ તે ગળામાં જ રહેલું છે – એવો ખ્યાલ આવી જાય છે, ત્યારે તે ભ્રમ ભાંગી જતા ફરી જીવ સ્વભાવમાં આવી જાય છે. અહીં વસ્તુતઃ આભૂષણ ગણું જ ન હતું છતાં બેવાયાના ભ્રમનો ક્ષય થતા તે અરતિ ટળી ગઈ અને સ્વભાવની પ્રાપ્તિ થઈ.
આ જ રીતે બાહ્ય – પદાર્થમાં ઈષ્ટાનિષ્ટની બ્રાન્તિને જ્યારે ક્ષય થઈ જાય છે ત્યારે પછી રાગ – રોષનાં તેફાને જાગતાં નથી. ત્યાં “અનાહતસમતા અર્થાત અપ્રતિહત (અબાધિત) સમતાની અનુભૂતિ થાય છે. (૭)
સામાન્યતઃ જીવને સંસારના જીવોમાં, કમે સજેલા ઉચ્ચનીચપણનાં સારાનરસાપણાનાં એવા અનેક દૈવિધ્ય ભાસતા હોય છે પરંતુ જ્યારે શુદ્ધનિશ્ચય દષ્ટિથી દરેક જીવ તેને શુદ્ધાત્મસ્વરૂપ દેખાવા લાગે છે, ત્યારે એ સૈવિધ્યનું ભાન રહેતું નથી અને એ વખતે તે જીવને “અનાહતસામ્ય” અર્થાત અપ્રતિહત (અબાધિત) સમતાની પ્રાપ્તિ થાય છે. (૮)
- ' UR
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org