________________
આત્મસંબોધન ]
[ ૭૫ અજ્ઞાનીના વ્રત-તપ મોક્ષને માટે નિરર્થક છે. આત્મજ્ઞાની નિશ્ચયવ્રતાદિ વડે શીઘ મેક્ષને સાધે છે. वय-तव-संजम-मूलगुण मूढहं मोक्ख ण वुत्तु ।। जाव रण जारगइ इक्क परु सुद्धउ भाउ पवित्तु ॥२९।। वय-तव-संजमु-शील जिय ए सव्वई अकयत्थु ।। जाव रण जाणइ इक्क परु सुद्धउ भाउ पवित्तु ।।३०।। जइ रिणम्मल अप्पा मुगइ वय-संजम-संजुत्तु । तो लहु पावइ सिद्धिसुह इउ जिरणणाहहं उत्तु ।।३१।। જ્યાં લગી એક ન જાણીયે પરમ પુનિત શુદ્ધભાવ; મૂઢ તણું વ્રત–તપ સહુ શિવહેતુ ન કહાય. (ર૯)
જ્યાં લગી એક ન જાણીયો પરમ પુનિત શુદ્ધભાવ; વ્રત-તપ-સંયમ-શીલ સહુ ફેગટ જાણે સાવ. (૩૦)
જે શુદ્ધાતમ અનુભવે વ્રત-સંયમ સંયુક્ત; જિનવર ભાખે છવ તે શીધ્ર લહે શિવસુખ. (૩૧)
જ્યાં સુધી એક શુદ્ધ પરમ પવિત્ર ભાવને નથી જાણતે ત્યાં સુધી તે મૂઢ-અજ્ઞાની જીવનાં વ્રત-તપ-સંયમ કે મૂળગુણોને મોક્ષનાં કારણ કહી શકાતાં નથી, તેનાં વ્રત-તપશીલ-સંયમ એ બધાં ફેગટ છે, અકાર્યકારી છે. અને નિર્મળ આત્માને જાણનારા જ્ઞાની નિશ્ચય વ્રત-તપ-ચારિત્ર અંગીકાર કરીને શીધ્ર સિદ્ધિસુખને પામે છે –એમ જિનનાથ કહે છે.
- અજ્ઞાનીને આત્મજ્ઞાન વગરનાં એકલા રાગરૂપ જે વ્રતાદિ હોય તે મોક્ષનું કારણ થઈ શકતાં નથી; જ્ઞાનીને આત્મજ્ઞાનસહિત શુદ્ધતાની વૃદ્ધિરૂપ જે વ્રત-તપ-ચારિત્ર છે તે મોક્ષનું કારણે થાય છે, અને તેને લીધે, તેની સાથેના વ્યવહાર ત્રતાદિને પણ મેક્ષનું કારણ ઉપચારથી કહેવાય છે –કેમકે એની સાથે સારો મોક્ષમાર્ગ વિદ્યમાન છે. અજ્ઞાનીને સાચે મોક્ષમાર્ગ તે જરાપણ નથી, તેથી તેના સાગરૂપ વ્રતાદિકને વ્યવહારથી પણ મોક્ષમાર્ગ હોવાનું જૈનધર્મમાં ભગવાન જિનનાથ કહેતા નથી. - અજ્ઞાની પિતાના શુદ્ધબુદ્ધ સ્વભાવને સ્પર્શતા નથી, શ્રદ્ધતું નથી, અનુભવમાં લેતે નથી, ને મલિન કષારૂપે જ આત્માને અનુભવે છે, એટલે તે રાગની જ સેવા કરે છે, રાગ વગરના ચૈતન્યસ્વભાવની સેવા-આરાધના તે કરતું નથી, તેનાથી તે તે દૂર જ રહે છે એટલે તે મોક્ષથી પણ દૂર રહે છે. વ્રત-પૂજાદિ શુભરાગ કરીને પણ તે જીવ સંસારમાં જ રખડે છે. શાસ્ત્રસમુખ રહીને સ્વાધ્યાય કર્યા કરે પણ તેણે બતાવેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org