SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ [ યોગસાર-પ્રવચનઃ ૨૮ વારંવાર આ પ્રકારના આત્મસંબોધન વડે, સંસારથી ભયભીત એવા ગીન્દમુનિ પિતાના ચિત્તને આત્મધ્યાનમાં સ્થિર કરે છે ને બીજા મુમુક્ષુઓને પણ તેની પ્રેરણા કરે છે. આત્મસંબોધન માટે રચેલા આ ૧૦૮ દેહામાં બહુ સરસ “પરમાત્મભાવના ? ભાવી છે...તે અહીં ( પ્રવચનમાં) ઘૂંટાય છે. આવી ભાવના વારંવાર કરવા જેવી છે. [ આત્મજ્ઞાનપૂર્વકના નિશ્ચય વ્રત–તપ જ મેક્ષને માટે સફળ છે; આત્મજ્ઞાન વગરના એકલા રાગરૂપ વ્રત-તપ મોક્ષને માટે નિષ્ફળ છે, એમ હવેના ત્રણ દેહામાં બતાવશે.] (૨૮) –25 ~ BRCí, જ ધર્મકાર્ય કયારે કરવું? “આજ આજ ભાઈ અત્યારે....” આત્મજાગૃતિની પ્રેરણા આપનારી એક નાનકડી વાત છે: એક હતો રાજા; તેને એક રાણ, એક પુત્રી ને એક દાસી જૈનધર્મના રંગે રંગાયેલે આ પરિવાર વૈરાગી હત; એટલે સુધી કે દાસી પણ વૈરાગ્યમાં જાગૃત હતી. એકવાર કાંઈક પ્રસંગ બનતાં રાજા વૈરાગ્યથી કહે છે કે-રે જીવ! તું જલદી ધર્મસાધના કરી લે. આ જીવન તે ક્ષણભંગુર સાત-આઠ દિવસનું છે! એને શે ભરશે? ત્યારે રાણી કહે છે–રાજાજી! તમે ભૂલ્યા! સાત-આઠ દિવસને પણ શે ભરોસો? રાત્રે હસતું હોય તે સવારમાં નષ્ટ થઈ જાય છે! માટે કાલના ભરેસે ન રહેવું. ત્યારે પુત્રી ગંભીરતાથી કહે છે-પિતાજી, માતાજી! ! આપ બંને ભૂલ્યા. સાત-આઠ દિને કે સવાર-સાંજને શે ભરોસે? આંખના એક પલકારામાં કોણ જાણે શું થઈ જાય! . છેવટે દાસી કહે છે–અરે, આપ સૌ ભૂલ્યા. આંખના ટમકારમાં તે કેટલાય સમય ચાલ્યા જાય છે. એટલા સમયને પણ શે વિશ્વાસ? માટે બીજા સમયની રાહ જોયા વગર વર્તમાન સમયમાં જ આત્માને સંભાળીને આત્મહિતમાં સાવધાન થવું; આત્મહિતનું કામ બીજા સમય ઉપર ન રાખવું. એક સમયને પણ તેમાં વિલંબ ન કર. આત્મ-ભાવના કરવી ક્યારે ? આજ..આજ...ભાઈ અત્યારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy