________________
[ ૭૧
આત્મસંબોધન ]
મેક્ષને ચાહે તે શુદ્ધાત્માને જાણો...ન જાણે તે...?
सुद्ध सचेयणु बुद्ध जिणु केवलणाण सहाउ । सो अप्पा अणुदिणु मुणहु जइ चाहहु सिवलाहु ॥२६॥ जाम ण भावहि जीव तुहुं णिम्मल अप्प सहाउ । ताम ण लब्भइ सिवगमणु जहिं भावइ तहिं जाउ ॥२७॥ શુદ્ધ સચેતન બુદ્ધ જિન કેવળ જ્ઞાનસ્વભાવ; એ આતમ જાણે સદા જે ચાહો શિવલાભ. (૨૬) જ્યાં લગી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે ન જીવ, ત્યાં લગી મોક્ષ ન પામતો, જ્યાં રુચે ત્યાં જાવ. (૨૭) શુદ્ધજ્ઞાનસ્વરૂપ આત્માને જાણે તે શિવલાભ પામે;
શુદ્ધજ્ઞાનસ્વરૂપ આત્માને ન જાણે તે શિવલાભ ન પામે. –સામસામી આ બે વાત બતાવી, તેમાંથી જે તમને રુચે ત્યાં જાવ.
સંસાર તરફના ભાવથી જે થાકેલે છે ને આત્માના પરમ આનંદને અનુભવવા ચાહે છે એવા મોક્ષાથી જીવે શું કરવું? તે અહીં બતાવ્યું છે, અને મુમુક્ષુને શુદ્ધાત્માના ધ્યાન માટે પ્રેત્સાહિત કર્યો છે.
બે દહામાં બે માર્ગ બતાવ્યા –એક મિક્ષને માર્ગ, બીજે સંસારને માર્ગ.
શુદ્ધ આત્માની ભાવના વડે મોક્ષ પમાય છે; અને પરની ભાવનાથી સંસાર થાય છે; –આ બે માગે છે, તેમાંથી તને જે માર્ગ રુચે તે માર્ગે જા. મેક્ષને ચાહતે હો તે શુદ્ધ-બુદ્ધ આત્માની ભાવના કર. અમે તે માર્ગ બતાવ્યોતે માર્ગે જવું એ તારા હાથમાં છે. મેક્ષાથી જીવને તે મોક્ષ જ ગમે ? અને જેને મેક્ષ ગમે તેને રાગાદિ બંધમાર્ગની ભાવના ન હોય. તે તે રાગથી ભિન્ન પિતાના શુદ્ધઆત્માને જાણે ને મોક્ષમાર્ગમાં ગમન કરે. માટે કહે છે કે હે મેક્ષના અભિલાષી ! તારે દિન-પ્રતિદિન કરવા જેવું કામ આ છે કે શુદ્ધ ચૈતન્યસ્વરૂપે પૂર્ણાનંદના સાગર એવા નિજાત્માને જાણીને અનુભવમાં લે..તેમાં એકાગ્રતાને વારંવાર પ્રયત્ન કરીને સ્થિર થા ને જ્ઞાનચેતનાને આનંદસહિત વેદનમાં લે. હરખ-શેક-ક્રોધ વગેરેનું સંચેતન-વેદન તે સંસાર છે; ને શુદ્ધજ્ઞાનચેતનાનું સચેતન તે મોક્ષ છે.
તું આત્મા....સચેતન જાગૃતસ્વરૂપ....શુદ્ધ જ્ઞાન છે. ક્રોધરૂપ કે કાયારૂપ તું નથી, હરખ-શોકનુ વેદન પણ તારા જ્ઞાનસ્વરૂપમાં નથી, એ તે સંસાર છે. ભાઈ તું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org